હુમલો:પત્નિ રિસામણે હોય જેને તેડવાની કોઈ વાતને લઈ કુહાડીથી હુમલો

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાથે આવવાનું કહી ઉશ્કેરાઈ ગયા, પિતા- પુત્ર સામે માળિયા હાટીના પોલીસમાં ફરિયાદ

માળિયામાં પત્નિ રિસામણે હોય જેને તેડવા જવા સાથે આવવાની ના પાડતા બે શખ્સોએ ઉશ્કેરાઈ જઈ લાકડી, કુહાડી વડે હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસમાંથી મળતી વિગત મુજબ માળિયાહાટીનામાં રહેતા ભરતભાઈ ઉકાભાઈ વાઘેલાએ ફરિયાદ નોંધાવી છે કે, જીલુભાઈની પત્નિ રીસામણે હોય જેથી જીલુભાઈએ ભરતભાઈને પોતાની પત્નિને તેડવા જવાનું અને સાથે આવવાનું કહેતા જેની ના પાડતા જીલુભાઈ ભીખાભાઈ અને નંદો જીલુભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. અને ભરતભાઈ સહિત સાહેદોને ગાળો ભાંડી લાકડી, કુહાડી વડે માર માર્યો હતો.

તેમજ નંદાએ ભરતભાઈનાં માથાના ભાગે કુહાડીનો ઘા માર્યો હતો. તેમજ જીલુએ સાહેદ કાળીબેનને હોઠના ભાગે લાકડી મારી ઈજા પહોંચાડી હતી. બનાવમાં ભરતભાઈએ માળિયાહીટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...