જૂનાગઢ શહેરના સોની વેપારીઓને હોલ માર્ક લાઇસન્સ ન મળતા વેપારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી પડ્યો છે. સરકાર માંથી તા. 15 જુના 2021 થી હોલ માર્ક લાઇસન્સ લેવું ફરજિયાત કરવામાં આવ્યું છે. વેપારીઓને હોલ માર્ક વાળા દાગીના વેચવાનું ફરજિયાત કરવામાં આવ્યું. પરંતુ જૂનાગઢમાં છેલ્લા એક મહિનાથ હોલ માર્ક લેવા માટેની ઓનલાઇન વેબસાઇટ સ્થગિત થઈ ગઈ છે. કોઈપણ પ્રકારે નવું હોલ માર્ક રજીસ્ટ્રેશન લાઇસન્સ લેવા માટેની ઓનલાઇન પ્રોસેસ થઇ શકતી નથી.
જેના કારણે સોની વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જેને કારણે વેપારીઓને પડતી મુશ્કેલીનુ કારણે વારંવાર રાજકોટ, અમદાવાદ, દિલ્હી, સુધી વીઆરએસના અધિકારીઓને રજુઆત કરવા છતાં પણ આજ સુધી ઉકેલ આવ્યો નથી. પરિણામે હાલમાં હોલ માર્ક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ દ્વારા મોટાભાગના સેન્ટરોમાં હોલ માર્ક લાઇસન્સ રિચેકીંગની કામગીરી શરૂ હોઇ જેના કારણે મોટા ભાગના જ્વેલ ર્સ વેપારીઓ દંડાયા છે. આ અંગે સત્વર ઘટતું કરવા માટે ટેક્ષકન્સલટન્ટ અધિકારીને રાજકોટ, અમદાવાદ અને દિલ્હી હેડ ઓફિસે ઉચ્ચકક્ષાએ ચંદુભાઈ લોઢીયા દ્વારા રજુઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.