ઘેર-ઘેર નલ સે જલ મળશે:વડાલમાં 176.62 લાખની જલ યોજનાનું આજે ખાતમુહૂર્ત થશે

જૂનાગઢ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10,000ની વસ્તીને 6 મહિનામાં ઘેર-ઘેર નલ સે જલ મળશે
  • સરપંચ, અગ્રણી અને સભ્યો સહિતના દ્વારા જહેમત ઉઠાવાઇ

વડાલમાં 176.62 લાખના ખર્ચે નિર્માણ પામનારી જલ સે નલ યોજનાનું ગુરૂવારે મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ અંગે અરવિંદભાઇ ઘરડેસીયાએ જણાવ્યું હતું કે,સરકાર દ્વારા ઘરે ઘરે નલ સે જલ પહોંચાડવાની યોજના લાગુ કરાઇ છે. આ યોજના અંતર્ગત જૂનાગઢ તાલુકાની વાસ્મો પુરસ્કૃત વડાલ ગામની 176.62 લાખની આંતરિક ગ્રામ્ય પેયજળ યોજનાનું મંત્રી અરવિંદભાઇ રૈયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુરૂવાર 14 ઓકટોબરના સાંજના 4 વાગ્યે વડાલની રાધાવાડી ચોકમાં યોજાશે.

આ યોજના અંતર્ગત ગામમાં પાઇપ લાઇન નંખાશે જેની કામગીરી અંદાજે 6 માસમાં પૂર્ણ થયા બાદ બાદ વડાલની અંદાજે 10,000ની વસ્તીને ઘર બેઠા નલ થી જલ મળશે. વડાલ ગામને 70 ટકા પાણી હસ્નાપુર ડેમ પાસેના કુવામાંથી મળે છે. બાકીનું નર્મદાનું પાણી મળશે. કાર્યક્રમને સફળ બનાવવા વડાલ ગામના સરપંચ અને પાણી સમિતીના અધ્યક્ષ વિજયાબેન ઘરડેસીયાના માર્ગદર્શનમાં ગ્રામ પંચાયતના સભ્યો,વડાલના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ વિસ્તારમાં પીવાના પાણીની જે સમસ્યા હતી તેનો આ પાણીની પાઇપલાઇન નંખાઇ ગયા બાદ નિકાલ થઇ જશે. અને લોકોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...