વિરોઘ પ્રદર્શન:26 ગામમાંથી પસાર થતી ઉબેણ નદીનું પાણી પ્રદુષિત થયું, રોષે ભરાયેલા ખેડૂતોએ ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી

એક વર્ષ પહેલા
વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવા ખેડૂતો એકઠાં થયા - Divya Bhaskar
વિરોધ પ્રદર્શન વ્યક્ત કરવા ખેડૂતો એકઠાં થયા
  • આગામી દિવસોમાં 15 ગામના ખેડુતો ધંધુસરથી ભાટ ડેમ સુધી પદયાત્રા કરશે

જેતપુર ડાઇંગના કારખાનાઓ દ્વારા નદીઓમાં છોડાતા કેમિકલયુક્ત પાણીના કારણે 26 ગામમાંથી પસાર થતી ઉબેણ નદીનું પાણી પ્રદૂષિત થઇ ગયુ છે. આ અંગે ખેડુતો દ્વારા અનેકવાર તંત્રને રજુઆતો કરી હોવા છતાં આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં નથી. જેથી રોષે ભરાયેલા ધંધુસર ગામના ખેડુતોએ આજે ઉબેણ નદીના કાંઠે એકત્ર થઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જો હવે તંત્ર કોઇ કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં આજુબાજુના 15 ગામના ખેડુતો એકત્ર થઇ ધંધુસરથી ભેંસાણ ગામે આવેલ ભાટ ડેમ સુધીની વિરોધ પદયાત્રા કાઢી ઉગ્ર આંદોલનના મંડાણ કરવાની ચિમકી ઉચ્‍ચારી છે.

જમીનમાં પાક લઇ શકાય તેવી સ્‍થ‍િતિ રહેશે નહીં
આજે ધંધુસર ગામે ખેડુત હિત રક્ષક સમિતિના નેજા હેઠળ ખેડુતો એકત્ર થયા હતા. જયાં નદીના પાણીમાં બેરોકટોક ભળતા જેતપુર ડાઇંગના કેમિકલયુક્ત પાણી મામલે વિરોધ દર્શાવતા ખેડુતોએ જણાવ્યું હતું કે, કેમિકલયુક્ત પાણી ભેંસાણથી માંડીને ધંધુસર, વંથલી થઇ માધુપુર ઘેડના અમીપુર ડેમ સુધી પહોંચ્‍યુ છે. આમ આ સમગ્ર પંથકની જમીનમાં પાક લઇ શકાય તેવી સ્‍થ‍િતિ રહેશે નહીં.

ડાઇંગના કારખાનાઓ દ્વારા નદીઓમાં છોડાતા કેમિકલયુક્ત પાણી છોડાતા પાણી પ્રદૂષિત થયું
ડાઇંગના કારખાનાઓ દ્વારા નદીઓમાં છોડાતા કેમિકલયુક્ત પાણી છોડાતા પાણી પ્રદૂષિત થયું

કોઇ કાર્યવાહી ન થતાં વિરોધ પ્રદર્શન
આ મામલે ગત તા.5 ડીસેમ્‍બરે આવેદનપત્ર આપ્‍યુ હોવા છતાં તંત્રએ કોઇ કાર્યવાહી કરી ન હોવાથી આજે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી. હવે આગામી દિવસોમાં 15 ગામના ખેડુતો ધંધુસરથી ભાટ ડેમ સુધી પદયાત્રા કરશે. આ બેઠકમાં ખેડુતહિત રક્ષક સમિતિના અતુલ શેખડા, હમીરભાઇ રામ, કાળાભાઇ સિંઘલ, ધંધુસરના સરપંચ અરજણભાઇ દિવરાણીયા, મેરૂભાઇ મુળીયાસીયા, ભરતભાઇ ચાંદેલા સહિતના અનેક ખેડુતો-આગેવાનો હાજર રહ્યા હતા.

આગામી દિવસોમાં 15 ગામના ખેડુતો ધંધુસરથી ભાટ ડેમ સુધી પદયાત્રા કરશે
આગામી દિવસોમાં 15 ગામના ખેડુતો ધંધુસરથી ભાટ ડેમ સુધી પદયાત્રા કરશે

25 હજારથી વઘુ ખેડુતોની હજારો એકર જમીન પ્રભાવિત
ભેંસાણ તાલુકાના ભાટ ગામથી લઇ જુનાગઢ અને વંથલી તાલુકાના ગામો અને માધુપુર ઘેડના ગામોની નદી-ડેમમાં પ્રદૂષિત પાણી ફરી વળ્‍યુ હોવાથી અંદાજે 25 હજારથી વધુ ખેડુત ખાતેદારોની હજારો એકર જમીન પ્રભાવિત થઇ હોવાનો ખેડુતોએ આક્ષેપ કર્યો હતો.

ધંધુસર ગામમાં વસ્‍તી કરવા પશુધનની સંખ્‍યા વઘારે
ધંધુસર ગામની વસ્‍તી અંદાજે 6,500ની છે જ્યારે ગામનો મુખ્‍ય વ્‍યવસાય પશુપાલનનો હોય ગાય-ભેંસ સહિતના દુધાળા પશુઓની સંખ્‍યા 9,500 થી વધુ છે. જુનાગઢ શહેરમાં સપ્‍લાય થતા કુલ દુધનું 40 ટકા ધંધુસર ગામ પુરૂ પાડે છે.

તંત્રએ કોઇ કાર્યવાહી કરી ન હોવાથી આજે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી
તંત્રએ કોઇ કાર્યવાહી કરી ન હોવાથી આજે વિરોધ પ્રદર્શન કરવાની ફરજ પડી હતી

પ્રદુષણ નિયંત્રણ બોર્ડની મીઠી નજર
નદીમાં જેતુપરના ડાઇગ કારખાનાનું કેમિકલયુક્ત પાણી ભળી રહ્યુ હોવા અંગે અનેકવાર જીપીસીબીને રજુઆતો કરવા છતાં બોર્ડ દ્વા કોઇ કાર્યવાહી તો કરતુ નથી. ઉલ્‍ટાનું પ્રદૂષિત પાણીના સેમ્‍પલ પણ હજુ સુઘી લીઘા નથી. જેથી બોર્ડની મીઠી નજર હેઠળ બેરોકટોક પ્રદૂષિત પાણી નદીમાં ભળી રહ્યાનો ખેડુતોએ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...