રજૂઆત:ગીરનારની સીડી પર 2 હજાર પગથિયે દિવાલ તૂટેલી

જૂનાગઢ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીરનાર સ્પર્ધામાં સેવા આપવા ગયેલા પૂર્વ ધારાસભ્યે ધ્યાન દોર્યું

ગીરનાર સ્પર્ધામાં પોતાની ટીમ સાથે સેવા માટે ગયેલા પૂર્વ ધારાસભ્યે 2 હજાર પગથિયે દિવાલ તૂટેલી જોતાં એ અંગે કલેક્ટરને રજૂઆત કરી છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર મશરૂએ કલેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છેકે, ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં પોતે સર્વોદય સંસ્થાના સ્વયંસેવકો સાથે તા. 1 જાન્યુ.ની રાત્રે 2 વાગ્યે સ્પર્ધકો માટે ગીરનારની સીડીના પગથિયાં સાફ કરતા ગીરનાર ચઢતા હતા.

ત્યારે નીચેથી લગભગ 2 હજાર પગથિયા પર માળીપરબ થી થોડે નીચે સીડીની દિવાલનો કેટલોક ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો હતો. તેનું કસ્તર અને માટી નીચેના ભાગે પગથિયાં પર જમા થયું હતું. જે અમારા સ્વયંસેવકોએ સાફ કરી સ્પર્ધકોની મુશ્કેલી ઓછી થાય એવો પ્રયત્ન કર્યો હતો. હવે આગામી મહિને રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાનાર છે ત્યારે સ્પર્ધકો અને રોજીંદા યાત્રાળુઓને અકસ્માતની ભિતી ન રહે એ માટે તાકીદે રીપેર કરાય એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...