દિવાલ ધરાશાયી:ચોકસી બજારમાં દિવાલ ધરાશાયી, 2 બાઇક દબાયા

જૂનાગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સદનશીબે કોઇ જાનહાની કે ઇજા ન પહોંચી

જૂનાગઢ શહેરના ચોકસી બજારમાં દિવાલ ધરાશાયી બનતા 2 મોટર સાઇકલ દબાઇ ગયા હતા. જોકે, સદનસીબે કોઇ રાહદારીને કે વાહન ચાલકને ઇજા પહોંચી ન હતી. આ અંગે મળતી વિગત મુજબ ચોકસી બજારમાં આવેલ જય ભવાની જવેલર્સની સામે આવેલ દુકાનની જર્જરિત દિવાલ ઘડાકાભેર તૂટી પડીને ઢગલો થઇ ગઇ હતી.

દિવાલ પડતા બાજુમાં પાર્ક કરેલા જય ભવાની જવેલર્સના માલિકના બે મોટર સાઇકલ દબાઇ જવા પામ્યા હતા જેથી વાહનોમાં નુકસાની પહોંચી હતી. જોકે, સદનસીબે દિવાલ એવા સમયે પડી કે જ્યારે રાહદારી કે વાહન ચાલકોની ચહલ પહલ ન હોય બચી જવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...