પોલીસ તપાસ:પંચાળા ગામે અહિં સિમેન્ટનું ધાબું બનાવતો નહીં તેમ કહી માર માર્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાળો ભાંડી ધમકી આપતા 2 વ્યક્તિ સામે કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

કેશોદ પંથકના પંચાળા ગામે અહીં સિમેન્ટનંુ ધાબુ બનાવતો નહીં કરી બે શખ્સોએ ગાળો ભાંડી ઢીકાપાટુનો માર મારી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ કેશોદ પંથકના પંચાળાના અશોકભાઈ રવજીભાઈ મકવાણા સીમેન્ટનું ધાબુ કરતા હોય ત્યારે રવજીભાઈ ઉકાભાઈ મકવાણા અને હંસાબેન રવજીભાઈ મકવાણાએ ત્યા આવી કહ્યું હતું કે, અહીં સીમેન્ટનું ધાબુ બનાવતા નહી તેમ કહી ગાળો ભાંડવા લાગ્યા હતા અને બંનેએ અશોકભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. અને રવજીભાઈ પાસે રહેલ લાકડી માથાના ભાગે લાગી ગઈ હતી. જેથી લોહી નિકળવા લાગ્યું હતું. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેથી અશોકભાઈએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...