ફરિયાદ:વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી દબાણ કરતા યુવાને ઝેર પીધું

જૂનાગઢ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાળો ભાંડી હતી, જાનથી મારી નાંખવાની ધમકી

માળિયાના ગડુ ગામે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ યુવાને ઝેરી દવા પી લીધી હતી. અને પોલીસે 2 શખ્સ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગેની પોલીસમાંથી મળતી વિગત મુજબ માળિયાના ગડુ ગામે રહેતા હિરેનભાઈ ચંદુલાલ તન્નાએ માળિયા ચોરવાડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ હિરેનભાઈએ વજીરભાઈ બ્લોચ અને નારણભાઈ સોલંકી ઉર્ફે સખીડીયો પાસેથી 35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેના બદલામાં કોરો ચેક પણ લખાવી લીધો હતો. બાદમાં હિરેનભાઈએ છૂટકછૂટક રીતે 15 હજાર પરત આપી દીધા હતા.

તેમ છતા આ બંને સખ્સોએ બાકીના 20 હજાર તેમજ તેના મોટા વ્યાજ સહિત રૂપિયા પરત આપી દેવા અવારનવાર પઠાણી ઉઘરાણી કરી દબાણ કરતા હતા. અને ફોન પર તેમજ ઘરે જઈ ગાળો ભાંડી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ ઉપરાંત માનસિક ત્રાસ અપાતો હોય. કંટાળી જઈ હિરેનભાઈએ ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતા. અને આ બંને શખ્સ વિરૂદ્ધ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...