• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Urban Development Minister, Who Was On A Visit To Gir Somnath, Held A Meeting With Officials And Directed To Take Action Against The Contractors Who Were Negligent In Public Development Works.

સમીક્ષા બેઠક:ગીર સોમનાથના પ્રવાસે આવેલા શહેરી વિકાસ મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી, પ્રજાલક્ષી વિકાસ કામોમાં બેદરકારી દાખવતા કોન્ટ્રાકટરો સામે પગલા લેવા સુચના આપી

વેરાવળ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાલિકાના પદાધિકારીઓ સાથે સમીક્ષા કરી રહેલ મંત્રી - Divya Bhaskar
પાલિકાના પદાધિકારીઓ સાથે સમીક્ષા કરી રહેલ મંત્રી
  • ગીર સોમનાથની 5 અને જૂનાગઢ જિલ્લાની 7 મળી 12 નગરપાલિકાઓના પ્રજાલક્ષી વિકાસ કામોની મંત્રી વિનોદ મોરડીયાએ સમીક્ષા કરી
  • બેઠકમાં પ્રજાલક્ષી કાર્યોને વેગ આપવા વિચાર વિમર્શ કરી સમયસર વિકાસ કામો કરવા તાકીદ કરી

ગીર સોમનાથ જિલ્‍લાના પ્રવાસે આવેલા શહેરી વિકાસ મંત્રી વિનોદ મોરડીયાએ જૂનાગઢ અને ગીર સોમનાથની 12 નગરપાલીકાના પ્રમુખ-અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં પ્રજાલક્ષી કાર્યોની સમીક્ષા કરી હતી. મંત્રીએ જનસુખાકારીને લગતા વિકાસના કામો સમય મર્યાદાની સાથે ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખવા સુચના આપી હતી. તેમજ વિકાસ કામોમાં બેદરકારી દાખવતા કોન્ટ્રાક્ટરો સામે પગલા ભરવા માટે નિર્દેશ પણ આપ્યો હતો.

શહેરી વિકાસ મંત્રી મોરડીયાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન પૂજા-અર્ચના કરી ધન્‍યતા પ્રાપ્‍ત કરી હતી. બાદમાં જિલ્‍લા સેવા સદન કચેરી ખાતે ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ, ઉના, કોડીનાર, સુત્રાપાડા, તાલાળા અને જૂનાગઢ જિલ્લાની કેશોદ, માંગરોળ, માણાવદર, વિસાવદર, બાંટવા, વંથલી અને ચોરવાડ મળી 12 નગરપાલીકાના પ્રમુખો અને ચીફ ઓફિસર્સ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તમામ નગરપાલીકા વિસ્‍તારોમાં ચાલતા કેન્‍દ્ર અને રાજય સરકારની યોજનાકીય હેઠળ ચાલતા કામો અને પ્રજાલક્ષી વિકાસના કામોની માહિતી મેળવી હતી અને સમીક્ષા કરી પદાધિકારીઓ સાથે વિસ્‍તૃત ચર્ચાઓ કરી હતી.

ત્યારબાદમાં મંત્રી વિનોદ મોરડીયાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રએ સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ અને દબાણ દુર કરવા પગલા લેવાની સાથે વેરો ઉઘરાવવા માટે સક્રિયતાથી કામ કરવું પડશે. ભવિષ્યને ઘ્‍યાનમાં રાખી ટાઉન પ્લાનિંગ સ્‍કીમ તૈયાર કરી સાથે જ લોકોને ટીપીના ફાયદાઓ સમજાવી જાગૃત કરવાની સુચના આપી હતી. સ્વચ્છતાના ધોરણો ઉંચા લાવવા કચરો ડમ્પ કરવાને બદલે તેનો નાશ થાય તે દિશામાં આગળ વધવા સુચન કર્યુ હતું. સફાઈમાં બેદરકારી દાખવનારા સામે પગલાં ભરવાની પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં ઝોનલ મ્યુનસીપલ કમીશ્નર અજય દહીયાએ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની 12 નગરપાલિકાઓના યોજનાકીય અને વિકાસ કામોની સ્થિતિ દર્શાવતુ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ બેઠકમાં સાંસદ રાજેશ ચુડાસમા, કલેક્ટર રાજદેવસિંહ ગોહિલ, વેરાવળ પાલીકાના પીયુષ ફોંફડી, સુત્રાપાડા પાલીકાના દિલીપ જશાભાઇ બારડ સહિતના પદાધિકારી -અધિકારીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...