તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આંદોલન મોકૂફ:યુનિવર્સિટી જુલાઇ માસમાં ડિગ્રી સર્ટી વિતરણ કરશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિગ્રી સર્ટિ આપવાની ખાત્રીથી આંદોલન મોકૂફ

ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં વિલંબ કરાતા એનએસયુઆઇ અને યુથ કોંગ્રેસ દ્વારા આંદોલનની ચિમકી અપાઇ હતી. દરમિયાન સોમવારે ધારાસભ્ય ભીખાભાઇ જોષી, હર્ષદભાઇ રિબડીયા તેમજ પાલભાઇ આંબલીયા, કાર્તિક ઠાકર, યુગ પુરોહિત, જયદિપ ઓડેદરા, પ્રથમ આહિર, જયદિપ શિલુુ સહિતના અનેક કાર્યકરો આંદોલન કરવા પહોંચ્યા હતા.

જ્યાં કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જૂલાઇ માસમાં સર્ટિફિકેટ મળી જવાની ખાત્રી આપતા આંદોલન મોકૂફ રખાયું હતું. આમ, જૂનાગઢ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઇની જીત થઇ હતી. એનએસયુઆઇના કાર્યકરતા યુર્નિવર્સિટીએ પહોચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...