કાર્યવાહી:મકાનના સ્લેબ ભરવાના ચોકા ચોરનાર ત્રિપુટી ઝડપાઇ ગઇ

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કુલ 4 ગુનાની કબુલાત :એલસીબીએ 1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરમાંથી મકાનના સ્લેબ ભરવાના ચોકાની ચોરી કરનાર ત્રિપુટીને એલસીબીએ ઝડપી લઇ 1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાથે ચાર જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત આપી છે. મકાનના સ્લેબ ભરવાના લોખંડના ચોકાની ચોરી થઇ હોવાની બી ડિવીઝનમાં 2 ફરિયાદ થઇ હતી. દરમિયાન રેન્જ ડીઆઇજી નિલેશ જાજડીયા,એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના મુજબ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી કે આ ગુનામાં ખામધ્રોળ વિસ્તારના સાહિલ ફિરોજખાન પઠાણ,સમીર ઇકબાલ દોમાન અને આમીર રફિકભાઇ સુમરાની સંડોવણી છે.

આ શખ્સો ચોરી કરેલા ચોકા ભરીને ખામધ્રોળ તરફ જવાના છે. બાદમાં એલસીબી પીઆઇ એચ.આઇ. ભાટી, પીએસઆઇ ડી.જી. બડવા અને સ્ટાફે દરોડો પાડી જોષીપરા પાદર ચોક પાસેથી ત્રણેયને ઝડપી લીધા હતા. એલસીબીએ 21,250ના ચોકા,50,000ની કિંમતની જીજે 06 એયુ 2475 નંબરની રીક્ષા અને 30,000 ની કિંમતનું બાઇક, 25,000નો મોબાઇલ મળી કુલ 1,26,250નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ તપાસમાં આરોપીએ કુલ 4 જગ્યાએ ચોરી કરી હોવાની કબુલાત કરી છે. તમામ આરોપીને વધુ તપાસ અર્થે બી ડિવીઝન પોલીસને હવાલે કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...