તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઉન પ્લાનીંગ:શહેરમાં પ્રથમ ટીપીનાં 25 વર્ષ બાદ ટાઉન પ્લાનીંગની પ્રક્રિયા શરૂ થઇ

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શાપુરમાં જમીન માલિકોની મિટીંગ મળી : હવે આગળ પ્રક્રિયા થશે

જૂડામાં શાપુરનો સમાવશે કરવામાં આવ્યો છે. ત્યારે ટાઉન પ્લાનીંગની પ્રક્રિયા શરૂ કરાઇ છે.આ અંગે શાપુરમાં જમીન માલિકો સાથે મિટીંગ મળી હતી. જૂનાગઢ શહેરમાં લાંબા સમયથી ટાઉન પ્લાનીંગની પ્રક્રિયા અટકી પડી છે. ત્યારે મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં ટીપીની જાહેરાત કરવામાં આવી હતી. ટાઉન પ્લાનીંગની 10 નંબરની સ્કીમમાં શાપુરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાનગર પાલિકા દ્વારા શાપુર બાજુની ટીપીને લઇ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે મનપાનાં કમિશ્નર તુષાર સુમેરાનાં માર્ગદર્શનમાં શાપુરમાં એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. શાપુરમાં જમીન માલિકોની મિટીંગ મળી હતી. અને ટાઉન પ્લાનીંગ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જૂનાગઢમાં પ્રથમ ટીપીનાં 25 વર્ષ બાદ ટાઉન પ્લાનીંગની પ્રક્રિયા શરૂ કરાઇ છે.

હાલ જૂનાગઢનો વિકાસ વંથલી રોડ પર મધુરમ બાજુ થઇ રહ્યો છે. શાપુર બાજુ ટાઉન પ્લાનીંગની પ્રક્રિયા શરૂ થતા આ દિશામાં વિકાસને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો