તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પ્રવાસન મંત્રીના મત વિસ્તારમાં ત્રીજો રીવરફ્રન્ટ બનશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
વંથલી પાસે ઓઝત નદીએ રીવર ફ્રન્ટ બનશે તો જૂનાગઢ, કેશોદ જેવા શહેરોને તો તેનો લાભ મળશે. - Divya Bhaskar
વંથલી પાસે ઓઝત નદીએ રીવર ફ્રન્ટ બનશે તો જૂનાગઢ, કેશોદ જેવા શહેરોને તો તેનો લાભ મળશે.
  • જૂનાગઢ-સોમનાથ હાઇવે પર ઓઝત કાંઠે રીવરફ્રન્ટનું ટેન્ડર બહાર પડ્યું
  • રૂ. 25 કરોડનો રીવર ફ્રન્ટ સોમનાથ જતા પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ હશે

રાજ્યના પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાના મતવિસ્તારમાં ત્રીજો રીવરફ્રન્ટ બનનાર છે. માણાવદર અને મેંદરડાના ચોરેશ્વર ખાતે રીવરફ્રન્ટની જાહેરાત કરાઇ છે. જેમાં માણાવદરના રીવરફ્રન્ટ માટે ટેન્ડરીંગ પ્રક્રિયા પણ શરૂ થઇ ગઇ છે. ત્યારે હવે વંથલી પાસે ઓઝતના પુલ પાસે પણ એક રીવરફ્રન્ટ બનાવવા માટેનું ટેન્ડર પ્રવાસન વિભાગે બહાર પાડી દીધું છે.

આ અંગે વંથલી નગરપાલિકાના પ્રમુખ નિર્મળાબેન કલોલા, ઉપપ્રમુખ પ્રશાંત વાજા અને ચેરમેન શિરાજ અઝીઝે એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છેકે, ઓઝત નદીના કાંઠે ડેમ તરફ જવાના રસ્તે એક રીવરફ્રન્ટ બનાવાશે. આ રિવરફ્રન્ટ જૂનાગઢ-સોમનાથ નેશનલ હાઇવે પર હોવાથી પ્રવાસીઓ, દર્શનાર્થીઓ, પર્યટકો તેમજ પ્રકૃતિપ્રેમીઓ માટે ફરવાલાયક સ્થળ તરીકે વિકાસ પામશે. આથી આસપાસના લોકો માટે રોજગારીની એક ઉત્તમ તક સર્જાશે. આ પ્રોજેક્ટની કિંમત રૂ. 25 કરોડથી વધુ અંદાજવામાં આવી છે. રીવરફ્રન્ટ બનતાં સોમનાથ જતા પ્રવાસીઓ માટે પણ તે આકર્ષણરૂપ બની રહેશે.

ગ્રામ્ય જનતાને રવિવારે ફરવાનું સ્થળ મળશે
માણાવદર, મેંદરડા પાસેના ચોરેશ્વર અને વંથલી પાસે ઓઝત નદીએ રીવર ફ્રન્ટ બની જતાં જૂનાગઢ, કેશોદ, વંથલી, માણાવદર, મેંદરડા જેવા શહેરોના લોકોને તો તેનો લાભ મળશેજ. સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ રવિવાર અથવા રજાની સાંજે ફરવાનું એક સ્થળ મળી જશે.

અન્ય સમાચારો પણ છે...