પ્રવાસન નકશામાં જૂનાગઢનું મહત્વ:પ્રવાસન વિભાગ જૂનાગઢ સહિત રાજ્યના 8 પ્રવાસન ધામમાં 24 કલાક સફાઈ માટેનો તગડો ખર્ચ ચૂકવે છે

જૂનાગઢ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થર્ડપાર્ટી ઇન્સ્પેક્શન માત્ર કાગળ ઉપર : 100 ટકા બિલ મૂકે 30 ટકા કામગીરી કરે અને 8 ટકા દંડ ભરી દેવાય છે

વિશ્વના પ્રવાસન નકશામાં જૂનાગઢનું મહત્વ ખુબ મોટું છે. અહીં વર્ષે લાખો વિદેશી પ્રવાસીઓ પણ આવે છે રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ દ્વારા યાત્રાધામ ક્ષેત્રોની સફાઈ માટે દર મહિને ખુબ મોટી રકમ ખર્ચવામાં આવે છે. પણ વાસ્તવિક સ્થિતિ સાવ જુદી છે. જૂનાગઢ સ્થિત યાત્રાધામ વિસ્તારોમાં 24 કલાક સફાઈ જળવાઈ રહે તે માટે દર મહિને તગડી રકમ ખર્ચવામાં આવતી હોવા છતાં અહીં જોવા મળતી સ્થિતિ ચિંતાજનક છે.

આ સમગ્ર સ્થિતિ અંગે મળતી માહિતી પ્રમાણે જૂનાગઢના ભવનાથ પ્રવેશદ્વાર એવા ગિરનાર દરવાજાથી ગિરનાર ઉપર સુધી સફાઈ માટે કુલ 80 કામદારો મુકવામાં આવ્યા છે. જેની પાછળ રૂ 8 લાખનો ખર્ચ દર મહિને કરવામાં આવે છે. તેમાંથી કામદારોને કેટલો પગાર મળે છે ? ખરેખર કામ કેટલું થાય છે તેના ઉપર નજર રાખવા થર્ડપાર્ટી ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે છે જોકે આ બધું કાગળ ઉપર રહ્યું છે.

એક પદાધિકારીએ પોતાની વ્યથા ઠાલવતા કહ્યું હતું કે દરેક બેઠકમાં આ મામલે ચર્ચા થાય છે. પણ પરિણામ મળતું નથી રાજ્યના 8 પ્રવાસનધામમાં સફાઈ માટે રાજ્ય સરકાર યાત્રાધામ વિકાસ બોર્ડને તગડી રકમ ખર્ચ પેટે ચૂકવે છે. એ પછી જો વ્યવસ્થા ગોઠવવાની હોય છે તેના બદલે અલગ જ વ્યવસ્થા થઇ સૂત્રોના કહેવા મુજબ આ વ્યવસ્થા મુજબ એજન્સીઓને દર મહિને પુરી રકમ ચુકવવામાં આવે છે. તેની કામગીરી માત્ર 30 ટકા થાય છે અને એટલે દર મહિને 8 થી 9 ટકા જેટલો દંડ વગર પૂછ્યે કાપી લેવાય છે.

આ ગોઠવણ જૂનાગઢ નહીં રાજ્યના તમામ યાત્રાધામો માટે નુકશાનકર્તા સાબિત થશે સફાઈની કામગીરી નિયમિત થાય તે માટે એજન્સીને જવાબદારી આપવામાં આવી છે તેનાઉપર નજર રાખવા થર્ડપાર્ટી ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. પણ આ બધું માત્ર કાગળ ઉપર ચીતરવામાં આવે છે જેના કારણે કામગીરી થતી નથી અને સરકાર તગડો ખર્ચ કરવા છતાં લોકોમાં બદનામ થાય છે.

યાત્રાધામ વિકાસ બોર્ડના કોઈ અધિકારી આવતા નથી
જૂનાગઢ રાજ્ય સરકારે યાત્રાધામ તરીકે સ્વીકારી તેના વિકાસ અને જાળવણી માટે કરોડો રૂપિયા ખર્ચવાની મંજૂરીઓ આપી છે. પણ જેની જવાબદારી છે તેવા બોર્ડના કોઈ અધિકારીઓ જૂનાગઢ આવતા જ નથી આ સમસ્યા માત્ર જૂનાગઢની નથી અધિકારીઓ ઓફિસમાં બેસીને કામ કરતા હોવાથી સરકાર સામે લોકો અવાજ ઉઠાવે છે. અને પ્રજા અને સરકાર વચ્ચે વિવાદ થતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...