તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા કેસ:પૂર્વ મેયરના પુત્રની હત્યામાં ત્રણ આરોપીને હંગામી જામીન ન મળ્યા

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની એક માસ પહેલાં થયેલી હત્યાના આરોપીઓ પૈકી 3 શખ્સોએ હંગામી જામીન માટેની અરજી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી હતી.

જૂનાગઢના પૂર્વ મેયર લાખાભાઇ પરમારના પુત્ર ધર્મેન્દ્રની ગત તા. 2 જૂન 2021 ના રોજ સવારે 11 વાગ્યે રામ નિવાસ સામે હત્યા થઇ ગઇ હતી. આ ગુનામાં સંડોવાયેલા અનેક શખ્સોને પોલીસે પકડી જેલ હવાલે કર્યા છે. આરોપીઓ પૈકીના ગીતાબેન કાળાભાઇ સઉ, અશોક કાળાભાઇ સઉ અને રાકેશ કાળાભાઇ સઉએ હંગામી જામીન માટે અરજી કરી હતી. જેમાં કાળાભાઇ દુદાભાઇ સઉનું મૃત્યુ થતાં તેમની ક્રિયામાં હાજરી આપવાનું કારણ આપ્યું હતું. જોકે, આ અરજીને ડિસ્ટ્રીક્ટ અને સેશન્સ જજ રીઝવાના બુખારીએ ફગાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...