કોરોના રસીકરણ:ગિર-સોમનાથમાં 1023ને ત્રીજો ડોઝ અપાયો

ઊના, જૂનાગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ત્રીજી લહેરમાં સાવચેતીનાં ભાગરૂપે ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ વયનાં લોકોને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યાં
  • ઊના​​​​​​​-ગીરગઢડા તાલુકામાં આરોગ્ય કર્મી સહીતનાં 554 લોકોને ત્રીજો બુસ્ટર ડોઝ, જેમાં બી.પી., ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારી વાળાને રસી અપાઈ

ગીર-સોમનાથ જિલ્લામાં ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60થી વધુ ઉમરનાં લોકોનેને પ્રિકોશન ડોઝનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. આ રસી પ્રથમ અને બીજા ડોઝના વેકસીનેશન બાદ અગમચેતીના ભાગરૂપે આપવામાં આવી રહી છે. ત્યારે આ ડોઝ કોરોનાની સંભવિત ત્રીજી લહેર પૂર્વે આરોગ્ય કર્મીઓને સુરક્ષાકવચ પૂરું પાડવા માટે આપવામાં આવી રહ્યો છે.

જેના પ્રથમ દિવસે જ 1023 લોકોને ડોઝ આપવામાં આવ્યાં છે. ડોઝ લેવા માટે આરોગ્યકર્મીને તેનું આઈડી કાર્ડ તથા આધાર રેકોર્ડ વેરિફાય કરીને જ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમણે કોવિશિલ્ડનાં બંને ડોઝ લીધા છે, તે વ્યકતિને કોવિશિલ્ડનો જ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. ઉપરાંત જો કોઈ આરોગ્યકર્મી કોવિડ પોઝિટિવ હોય તો તે દર્દીને તેમનો રિપોર્ટ નેગેટિવ થયા બાદ 3 મહિના બાદ જ આ ડોઝ આપવામાં આવશે.

ઊનાનાં 364, ગીરગઢડરમાં 190 કર્મીઓએ રસી લીધી
ઊના – દેશ અને રાજ્યામાં કોરોનાની વેક્સિનનાં પ્રથમ અને બીજા ડોઝ મોટાભાગનાં લોકોએ લઇ લીધા છે. અને હાલ સરકાર દ્વારા ત્રીજા પ્રિકોશન ડોઝની પણ મંજુરી આપવામાં આવતાં પ્રથમ કર્મચારીઓને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે ઊના તાલુકામાં ફન્ટલાઇન વર્કર અને હેલ્થ કેર વર્કર, આશાબહેનો, હેલ્પર બહેનો તેમજ 60 વર્ષથી વધુની ઉમરનાં લોકો જેમાં બી.પી., ડાયાબિટીસ, કેન્સર જેવી બિમારી હોય તેમને બુસ્ટર ડોઝ આપવામાં આવ્યો હતો.

જેમાં ઊના-ગીરગઢડા તાલુકામાં પ્રથમ દિવસે 554 લોકોને આપાયો હતો. જેમાં ઊનાનાં 364 અને ગીરગઢડાનાં 190 કર્મીઓને ત્રીજો ડોઝ આપવામાં આવ્યો હતો. જેમાં સનખડાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં 110 કર્મચારીઓએ સ્થળ પર જ વેક્સિન અપાયું હતું. જે એમ.ઓ ડો. શુભમ મીઠાપરાનાં સુપરવિઝન હેઠળ પ્રિકોશન ડોઝ અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...