તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:માંગનાથ રોડની દુકાનમાંથી ચોરી કરનાર શખ્સ ઝડપાયો

જૂનાગઢ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નાણાંની જરૂરિયાત હોય ચોરી કરી આરોપી દિવ ફરી આવ્યો
  • 12,500ની ચોરી કરી હતી, પોલીસે રોકડ, મોબાઇલ સહિત 13,600 કબ્જે કર્યા

શહેરના માંગનાથ રોડ પરની દુકાનમાંથી 12,500ની ચોરી કરનારને પોલીસે ઝડપી લઇ તેની પાસેથી રોકડ,મોબાઇલ સહિત 13,600નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ માંગનાથ રોડ પરની લેડીઝ કુર્તાની દુકાનના ગલામાંથી એક શખ્સ દિનદહાડે રૂપિયા 12,500ની ચોરી કરી ગયો હતો.

દરમિયાન ચોરીના બનાવમાં આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિતેજા વાસમ શેટ્ટીની સૂચના બાદ એલસીબીએ તપાસ હાથ ધરી હતી. દરમિયાન એલસીબી ઇન્ચાર્જ પીઆઇ એચ.આઇ. ભાટી,પીએસઆઇ ડી.જી. બડવા, ડી.એમ. જલુ અને સ્ટાફે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી. જ્યારે આ ચોરી કરનાર શખ્સ મધુરમ બસ સ્ટોપ પાસે હોવાની બાતમી મળી હતી.

બાદમાં એલસીબીએ આરોપી મેહુલ પ્રવિણભાઇ સોલંકીને ઝડપી લઇ તેની પાસેથી મોબાઇલ, રોકડ મળી 13,600નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીએ કબુલાત કરી હતી કે, નાણાંની જરૂરિયાત હોય ચોરી કરી બાદમાં દિવ ફરવા ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...