કાર્યવાહી:જૂનાગઢમાંથી ઇલેકટ્રીક લાઇટ, સાઉન્ડની ચોરી કરનાર ઝડપાયો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસે તમામ 91,700નો મુદ્દામાલ કબ્જે કર્યો

શહેરના ઝાંઝરડા રોડ,નોબલ સ્કૂલ નજીકથી લાઇટ અને સાઉન્ડના 91,700ના મુદ્દામાલની ચોરી કરનાર શખ્સને બી ડિવીઝન પોલીસે ઝડપી લીધો છે. પોલીસે તમામ 91,700નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢના લાઇટ એન્ડ સાઉન્ડના ધંધાર્થીની કારમાંથી એલઇડી પાર લાઇટ,સ્મોક મશીન, ઇલેકટ્રીક બોર્ડ,વાયરનું બંડલ, લાઇટ રાખવાની પેટી મળી કુલ 91,700ના મુદ્દામાલની ચોરી થઇ હતી. આ અંગે બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી.

દરમિયાન ચોરીના આરોપીને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટની સૂચના બાદ ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં તપાસ હાથ ધરાઇ હતી. દરમિયાન બી ડિવીઝન પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહ ચુડાસમા અને રઘુવિરભાઇ વાળાને બાતમી મળી કે, આ ચોરીમાં સંડોવાયેલ શખ્સ જૂનાગઢ બસ સ્ટેશનના સર્કલ પાસે ઉભો છે. બાદમાં પીઆઇ એન.આઇ.રાઠોડની સૂચનાના આધારે પીએસઆઇ આર.એચ. બાંટવા અને સ્ટાફે આરોપીને ઝડપી લઇ 91,700નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...