ભાદરવા જેવી ગરમી!:જૂનાગઢમાં એક ડિગ્રીના વધારા સાથે ગરમીનો પારો 34.5 ડિગ્રી

જૂનાગઢ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિયાળાના પ્રારંભે ભાદરવા જેવી ગરમી!

જૂનાગઢમાં મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો ચડી રહ્યો હોય શિયાળાના પ્રારંભે પણ ભાદરવા જેવી ગરમીનો શહેરીજનોને અનુભવ થઇ રહ્યો છે. ગરમીના કારણે ફરી એસી અને પંખાનો વપરાશ વધી જવા પામ્યો છે. આ અંગે મળતી વિગત મુુજબ શહેરમાં માવઠા બાદ વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે.

દરમિયાન રવિવારે મહત્તમ તાપમાન 33.5 ડિગ્રી રહ્યું હતું જે સોમવારે 1 ડિગ્રી વધીને 34.5 ડિગ્રીએ પહોંચી ગયું હતું. પરિણામે ખાસ કરીને બપોરના સમયે આકરી ગરમી અને બફારાનો લોકોને અનુભવ થઇ રહ્યો હતો. સામાન્ય રીતે લીલી પરિક્રમાના સમયથી જ ઠંડીની શરૂઆત થઇ જતી હોય છે. પરંતુ આ વર્ષે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા બાદ ઠંડીની અસર જણાશે તેવી આગાહી હવામાન વિભાગ કરી રહ્યું છે.

દરમિયાન સોમવારે લઘુત્તમ 23,મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જ્યારે ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને બપોર બાદ 57 ટકા રહ્યું હતું તેમજ પવનની ઝડપ 5.1 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...