વેધર:છેલ્લા 2 દિ'માં 3.8 ડિગ્રી ઘટાડા સાથે જૂનાગઢમાં તાપમાન 39.5

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તેજ પવન ફૂંકાતા લૂની અસર રહેશે

ષિ યુનિવર્સિટી ગ્રામિણ મોસમ વિભાગના ધિમંત વઘાસીયાએ જણાવ્યું હતું કે, શુક્રવારે 41.5 ડિગ્રી રહ્યા બાદ તાપમાનમાં 3 દિવસ વધારો થયો હતો. શનિવારે 42.3, રવિવારે 42.9 અને સોમવારે 43.3 ડિગ્રી ગરમી પડી હતી.  43.3 ડિગ્રી ગરમી સાથે 25 મે સોમવાર, મે માસનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. જોકે, બાદમાં છેલ્લા 2 દિવસથી ગરમી સતત ઘટી રહી છે. મંગળવારે 42.1 અને બુધવારે 39.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આમ, છેલ્લા 2 દિવસમાં તાપમાનનો પારો 3.8 ડિગ્રી ગગડતા લોકોને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી હતી. જોકે, તેજ ગતિથી ફૂંકાતા પવનના કારણે લૂની અસર જોવા મળી હતી. મંગળવારે 7 કિમીની ઝડપે ફૂંકાયેલા પવનની ઝડપ બુધવારે 2.3 કિમી વધીને 9.3 કિમીની થઇ જતા બપોર બાદ ગરમ લૂની અસર જણાઇ હતી. હવે પવનની ઝડપ રહેશે પરંતુ ગરમીમાં વધારો નહી થાય. તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેશે. બુધવારે લઘુત્તમ 27.6, મહત્તમ 39.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...