હવામાન:એક જ દિવસમાં 1.9 ડિગ્રી ઘટી ગરમી 38.6 ડિગ્રી રહી

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહત્તમ તાપમાન 40 નીચે જતા ગરમીમાં આંશિક રાહત

જૂનાગઢમાં એક જ દિવસમાં 1.9 ડિગ્રીના ઘટાડા સાથે મહત્તમ તાપમાનનો પારો 38.6 ડિગ્રીએ આવી જતા લોકોને આકરી ગરમીમાં આંશિક રાહત મળી છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ શહેરમાં શનિવારે મહત્તમ તાપમાનનો પારો 40.5 ડિગ્રી રહ્યો હતો. જ્યારે રવિવારે પારો 1.9 ડિગ્રી ગગડીને 38.6 ડિગ્રીએ આવી ગયો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન શનિવારે 24 ડિગ્રી હતું જે રવિવારે 1.9 ડિગ્રી ઘટીને 22.1 ડિગ્રી રહ્યું હતું.

દરમિયાન પવનની ઝડપ શનિવારે 7.1 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી જે રવિવારે 1.2 કિમી ઘટી 5.9 કિમીની થઇ ગઇ હતી. આમ, લઘુત્તમ, મહત્તમ તાપમાન અને પવનની ઝડપ ઘટી જતા બળબળતી ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નીચે આવી જતા લોકોને આકરી ગરમીથી છૂટકારો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...