તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:શિકારીઓ પાસેથી નખ ખરીદનાર હાથવેંતમાં, અન્ય 4 નો કબજો લેવા ટીમ ભાવનગર ગઇ

જૂનાગઢ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 16 સિંહના નખ જૂનાગઢથી પાલનપુર પહોંચ્યા

ડુંગરપુર પાસે જ્યારે આઠેક પહેલાં સિંહબાળનો શિકાર કર્યો હતો ત્યારે લોકડાઉન ચાલુ હતું. લોકો જ્યારે પોતાના ઘરોમાં લોક હતા ત્યારે શિકારીઓએ જંગલના બાળરાજાને ફાંસલામાં લોક કરી દઇ તેની હત્યા કરી હતી. વાત ત્યાં સુધી છેકે, લોકોને જ્યારે એકથી બીજા ગામ જવાની પરવાનગી નહોતી એ વખતે શિકારીઓએ સિંહના નખ છેક પાલનપુર સુધી પહોંચાડી દીધા હતા. દરમ્યાન જે શખ્સને શિકારીઓએ નખ વેચ્યો એ હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. વનવિભાગ હાલ ડુંગરપુરના મુખ્ય આરોપી સોનૈયા સહિત 5 ને પકડીને 5 દિવસના રિમાન્ડ પર લીધા છે.

ત્યારે આજે વનવિભાગની ટુકડી ભાવનગર જેલમાં જ્યુડીશિયલ કસ્ટડી હેઠળ રહેલા ડુંગરપુરનાજ બીજા 4 આરોપીઓનો કબ્જો મેળવવા ગઇ છે. જોકે, વનવિભાગે તેમના નામો અંગે મગનું નામ મરી નથી પાડ્યું. પણ શિકારીઓએ પાલનપુરના જે શખ્સને નખ વેચ્યા હતા. સુત્રો દ્વારા જાણવા મળ્યું છે કે એ શખ્સ વનવિભાગના હાથવેંતમાં છે. જોકે, સત્તાવાર રીતે તો વનવિભાગે આ વાતનો પણ ઇન્કાર જ કર્યો છે.શિકારીઓ જે ફાંસલાનો ઉપયોગ કરે છે એની સ્પ્રીંગથી માંડીને આખો ફોલ્ડીંગ હોય છે. અને સિંહ કે કોઇ પ્રાણી લોકેટ થાય એટલે માંડ 5 થી 10 મિનીટમાં જ એક ફાંસલો તેઓ તૈયાર કરી નાંખતા હોય છે.

બાતમીદારોનું મજબૂત નેટવર્ક જરૂરી
સિંહની સુરક્ષા માટે વનવિભાગના ચોકીદારો-ટ્રેકર્સનું ગ્રામ્ય વિસ્તારમાં લોકો સાથે કો-ઓર્ડીનેશન અતિ જરુરી છે. આ માટે સરકારના જુદા જુદા કાર્યક્રમો, ગામ લોકોમાં જાગૃતિના કાર્યક્રમો, ગામના જંગલ સાથેના નાના અટકતા કામો કરવાં જોઇએ. એનાથી લોકોનો વનવિભાગ સાથે સંપર્ક વધે. આ ઉપરાંત બીટ ગાર્ડ જેવા કર્મચારીઓ ફક્ત પાનની દુકાને ઉભો રહે તો પણ ઘણી બાતમી મળી શકે. ટૂંકમાં, સિંહના સંરક્ષણ માટે પોલીસની માફકજ બાતમીદારોનું નેટવર્ક ખુબજ જરૂરી છે.> સી. પી. રાણપરિયા, નિવૃત્ત આરએફઓ

શિકારીને વન્ય પ્રાણીનો કોઇ ડર જ નહીં
શિકારી ટોળકી સીમમાં ખુલ્લા દંગામાં રહે છે. પ્રાણીઓની અવરજવર વાળા વિસ્તારમાં સિંહ-દિપડાના હુમલાના બનાવો સામાન્ય હોય છે. ત્યારે શિકારીઓને તેનો કોઇ ડર નથી હોતો. તેઓ 15 થી 20 કિમી આરામથી ચાલી શકે અને જંગલમાં જે પ્રાણી-પક્ષી મળે તેને મારીને ખાઇ જાય છે.

સિંહના નખની 1 જોડીના લાખો રૂપિયા મળે છે
જાણકારોના મતે સિંહના નખની કિંમત હજારો નહીં, લાખોમાં હોય છે. આ સિંઅ નખનો ઉપયોગ લોકો ગળામાં પહેરવા માટે કરતા હોય છે. એક સિંહને 15 થી 16 નખ હોય. એ જોતાં શિકારીઓને સિંહના નખ મેળવવા માટે કેટલી માતબર રકમ ઉપજે છેે એનો ફક્ત અંદાજ જ બાંધવો રહ્યો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો