તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The Team Of The Tourism Department Reached Somnath After The President Of Somnath Municipality Tweeted About The Dilapidated Condition Of The Sun Temples Of Prabhas Tirth.

ટ્વિટની અસર:પ્રભાસતીર્થના સૂર્યમંદિરોની જર્જરિત હાલત બાબતે સોમનાથ પાલિકાના પ્રમુખે ટ્વિટ કરતા પ્રવાસન વિભાગની ટીમ સોમનાથ પહોંચી

વેરાવળ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ સાંનિઘ્‍યે અાવેલ જર્જરીત સુર્ય મંદિર - Divya Bhaskar
સોમનાથ સાંનિઘ્‍યે અાવેલ જર્જરીત સુર્ય મંદિર
  • PMOના આદેશ બાદ પ્રવાસન વિભાગની ટીમ દોડતી થઈ
  • સૂર્યમંદિરોની સ્‍થ‍િતિ અંગે PMO ને ડીટેઈલ રિપોર્ટ કરશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ તીર્થધામની ભૂ્મિ પ્રભાસતીર્થમાં પ્રાચીન સૂર્યમંદિરો હોવાનો ઉલ્‍લેખ ઇતિહાસમાં છે અને આ મંદિર મુગલો અને ગઝનવી શાસનકાળમાં તોડી પડાયા બાદ તેનું પુન:નિર્માણ થયુ ન હોવા અંગેનો મેસેજ સાથે જર્જરીત સૂર્યમંદિરની સ્‍થ‍િતિ વર્ણવતા ફોટા સોમનાથ નગરપાલિકાના પ્રમુખે પ્રઘાનમંત્રીને ટ્વિટ કર્યો હતો. જેના પગલે PMO ના આદેશથી ગુજરાત ટુરીઝમની એન્‍જીનીયર સાથેની ટીમ સોમનાથ આવી પહોંચી કેટલા સૂર્ય મંદિરો છે ? કયાં છે ? અને હાલ કેવી સ્‍થ‍િતિમાં છે ? તેના સ્‍થળનું નિરીક્ષણ કરી ગયા છે.

પ્રથમ આદિ જયોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિર પ્રભાસતીર્થની ભુમિમાં આવેલુ છે. ઇતિહાસમાં પ્રભાસતીર્થ ભૂમિમાં સેકડો મંદિરો હોવાનો ઉલ્‍લેખ પણ છે. આ જ ભૂમિમાં 12 જેટલા પ્રાચીન સૂર્યમંદિરો પણ આવેલા હોવાનો ઉલ્‍લેખ છે. હાલ આ સૂર્યમંદિરો જાળવણીના અભાવે જર્જરીત અવસ્‍થામાં છે.

સોમનાથ મંદિરના સાંનિઘ્‍યે નજીકમાં જ આવેલા એક સૂર્યમંદિરની મુલાકાતે થોડા દિવસ પહેલા સોમનાથ પાલીકાના પ્રમુખ પીયુષભાઇ ફોંફડી ગયેલ અને તેમણે મંદિરની જર્જરીત સ્‍થ‍િતિ નિહાળી ફોટા પાડી એક મેસેજ સાથે પ્રઘાનમંત્રી નરેન્‍દ્ર મોદીને સૂર્યમંદિરના ફોટા પાંચ દિવસ પૂર્વે ટવીટ કર્યા હતા. આ ટવીટમાં ફોટા સાથે મેસેજમાં પાલીકા પ્રમુખે લખેલ કે, સોમનાથની પ્રભાસક્ષેત્ર ની તીર્થ ભૂમિમાં અનેક સૂર્ય મંદિરો આવેલા છે તે પૈકીનું એક સૂર્ય મંદિર હિરણ નદીના કાંઠે આવેલા છે. આ ભૂમિમાં આવેલા સૂર્ય મંદિરો મુગલો અને ગઝનવીના સમયગાળા દરમ્‍યાન તોડી પાડવામાં આવેલ પરંતુ આપણે ફરીથી આ મંદિરોનું પુન:નિર્માણ કરાવી શકયા નથી. જેથી સોમનાથ ભૂમિમાં આવેલા તમામ સૂર્ય મંદિરોનું ફરીથી પુન: નિર્માણ કરવામાં આવે તેવી વિનંતી કરી હતી. આ મેસેજ પ્રઘાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ પણ કર્યો હતો.

પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ પ્રઘાનમંત્રીને કરેલ ટવીટ
પાલીકા પ્રમુખ પીયુષ ફોંફડીએ પ્રઘાનમંત્રીને કરેલ ટવીટ

આ ટવીટ મામલે પ્રઘાનમંત્રી કાર્યાલય સક્રીય થયુ હતુ. PMO ના આદેશથી બે દિવસ પૂર્વે ગુજરાત ટુરીઝમની એન્‍જીનીયર સાથેની ટીમ સોમનાથ આવી હતી. આ ટીમે સોમનાથની પ્રભાસતીર્થની ભૂમિમાં આવેલા તમામ સૂર્યમંદિરોની માહિતી એકત્ર કરી હતી. આ સાથે તમામ સૂર્યમંદિરોના સ્‍થળની મુલાકાત પણ કરી રહી હોવાનું જાણવા મળેલ છે. હાલ પ્રભાસતીર્થમાં કેટલા સૂર્ય મંદિરો છે ? કયાં સ્‍થળોએ આવેલા છે ? અને હાલ કેવી સ્‍થ‍િતિમાં છે ? તેની સંપૂર્ણ માહિતી એકત્ર કરી રહી છે.

આ અંગે તમામ માહિતી એકત્ર કર્યા બાદ PMO ને રીપોર્ટ કરશે તેવું સુત્રો પાસેથી જાણવા મળેલ છે. આ ટીમે ટવીટ કરનાર પાલીકા પ્રમુખ સાથે પણ બેઠક કરી માહિતી મેળવી હતી. સૂર્યમંદિરોની સચોટ માહિતી માટે ટીમે આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટના અઘિકારીઓની પણ મદદ લીઘી હોવાનું જાણવા મળેલ છે.

આ અંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ જણાવેલ કે, ગઈકાલે ટુરીઝમની ટીમ નિરીક્ષણ અર્થે આવી હતી. બાદમાં કામગીરી કરી પરત ગાંઘીનગર રવાના થઇ ગઇ છે. હાલમાં સોમનાથ તીર્થભૂમિમાં 6 જેટલા સૂર્ય મંદિરો આવેલા છે. જયારે અન્ય 6 સૂર્ય મંદિરોનું લોકેશન શોધવાની કામગીરી ટુરીઝમ વિભાગ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ટુરીઝમ વિભાગની ટીમએ પાલીકા પ્રમુખની લીઘેલ મુલાકાતની તસ્‍વીર
ટુરીઝમ વિભાગની ટીમએ પાલીકા પ્રમુખની લીઘેલ મુલાકાતની તસ્‍વીર

સૂર્યમંદિરોની જર્જરીત સ્‍થ‍િતિ અંગે સોમનાથ પાલીકાના પ્રમુખ પીયુષ ફોફંડીના ટવીટ બાદ PMO ના સક્રીય આદેશ બાદ દોડતા થયેલ ટુરીઝમ વિભાગના અઘિકારીઓની કામગીરી પુર્ણ થયા પછી તૈયાર થનાર રીપોર્ટના આઘારે સોમનાથ તીર્થધામમાં આવેલા પ્રાચીન સૂર્ય મંદિરોનો ફરી ઉદય થવાની શકયતાઓ વઘી છે. ત્‍યારે આ મામલે કયારે શું થાય છે તે જોવું રસપ્રદ બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...