108 એમ્બ્યુલન્સ જીવાદોરી સમાન છે. માતા મરણ અને બાળ મરણ અટકાવવામાં 108 એમ્બ્યુલન્સનો સિંહ ફાળો છે તેવું વધુ એક વખત સાબિત થયું હતું. આ અંગે મળતી વિગત મુજબ મેંદરડા તાલુકાના સીમાસી ગામે વિલાશબેન વાઘેલાને ડિલિવરીનો દુખાવો થતા આશાવર્કર પુંજાબેને 108નો સંપર્ક કર્યો હતો.
બાદમાં મેંદરડા 108 એમ્બ્યુલન્સની ટીમ તુરંત સીમાસી ગામે પહોંચી હતી. 108ની ટીમ વિલાશબેનને ઘરેથી હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે રસ્તામાં પ્રસૂતિ અસહ્ય દુખાવો ઉપાડતા ઈએમટી મયુર બારડ અને પાયલોટ જયેન્દ્રદાસ ગોંડલીયાએ રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખીને ડિલિવરી કરવાનું નિર્ણંય લીધો.
વિલાશબેનના પેટમાં જોડ્યા બાળકો હતા તેવી પરિસ્થિતિમાં આશાવર્કર પુંજાબેન જાદવની મદત લઈ એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડિલિવરી કરાવી હતી. જોકે,જન્મ પછી બાળક અને માતાની હાલત નાજુક હતી. બાદમાં અમદાવાદ ખાતે રહેલા નિષ્ણાંત ડોક્ટરની વિડીયો કોલીંગથી મદદ મેળવી ઈએમટી મયુર બારડે જરૂરી સારવાર 108માં આપી માતા અને બે બાળકોને મેંદરડા સરકારી દવાખાને ખસેડ્યા હતા. હાલ માતા અને બન્ને બાળકો તંદુરસ્ત છે. આમ, 108 ની ઝડપી અને સચોટ સારવારને લીધે 3 અમુલ્ય જિંદગીને નવું જીવનદાન મળેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.