સ્પોર્ટસ:જૂનાગઢમાં રાજ્યકક્ષાની સાયકલીંગ સ્પર્ધા માટેની ટીમનું સિલેકશન કરાયું

જૂનાગઢ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મજેવડી ગેઇટથી ભવનાથ 5 કિમીની સ્પર્ધા યોજાઇ હતી
  • કુલ 38 સ્પર્ધકોએ ભાગ લીઘો, 7 ખેલાડી રાજ્યકક્ષા માટે પસંદ કરાયા

રાજ્યકક્ષાની યોજાનાર સાયકલીંગ સ્પર્ધા માટે સ્પર્ધકોની પસંદગી માટે જૂનાગઢમાં સ્પર્ધા કરાઇ હતી. આ સ્પર્ધામાં ભાગ લેનાર 38 માંથી 7ની પસંદગી કરાઇ છે. આ અંગે સાયકલીંગ ક્લબના પ્રમુખ જગદિશ પારધી અને એથ્લેટિક્સ એસોસિએશનના પ્રમુખ પી. સી. ભટ્ટે જણાવ્યું હતું કે, રાજ્યકક્ષાની સાયકલીંગ સ્પર્ધા યોજાનાર છે.

ત્યારે આ સ્પર્ધામાં ભાગ લઇ શકે તેવા જૂનાગઢના સ્પર્ધકોની ટીમની પસંદગી માટે કાર્યક્રમ યોજાયો હતો. આ માટે મજેવડી દરવાજાથી ભવનાથ સુધીની 5 કિમીની સ્પર્ધા યોજાઇ હતી જેમાં કુલ 38 સ્પર્ધકોએ ભાગ લીધો હતો.

દરમિયાન અન્ડર 14થી લઇને 41 પ્લસમાં ધાર્મિક ચુડાસમા, હેત્વીબેન કનેરીયા, વત્સલ ધ્રૃવ, જનક પરસાણીયા, પૂજાબેન કામોઠી, જીજ્ઞેશ પિપરોતર, વૈશ્નવ ઇરા, રાજેશ ગાંધી અને શાંતીબેન દાસા વિજેતા બન્યા હતા. સ્પર્ધા સમાપ્ત થયા બાદ વિજેતાને તેમજ ભાગ લેનાર દરેકને ઇનામો અપાયા હતા તેમજ ટાઇમીંગના આધારે 7ની રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. કાર્યક્રમનું સંચાલન કલ્પેશ સાંખલાએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...