જીબીયા, જેટકોના મહામંત્રી એચ.જી. વઘાસીયાએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી પડતર પ્રશ્નો ન ઉકેલાતા ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતીના નેજા હેઠળ જીઇબી એન્જીનિયર એસોસિએશન અને અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ દ્વારા જેટકો મેનેજમેન્ટને હડતાળની અંતિમ નોટીસ પાઠવાઇ હતી. આ નોટીસના પગલે જેટકો મેનેજમેન્ટ દ્વારા ફરી સંયુકત સંકલન સમિતીની બેઠક બોલાવાઇ હતી.
આ બેઠકમાં જેટકોના એમડી પાન્ડે, એ. જે. ત્રિવેદી જીએમ (એચઆર)જીબીયાના એ.આર. પ્રજાપતિ, એ.ડી. હુલાણી, એચ.જી. વઘાસીયા, એજી વિકાસના હર્ષદભાઇ પટેલ,રાજુભાઇ દવે, એમ.ડી. પટેલ, ભરતભાઇ ચૌહાણ વગેરેની ઉપસ્થિતી રહી હતી. જોકે, મેનેજમેન્ટ દ્વારા પડતર પ્રશ્નોના ઉકેલ માટે હકારાત્મકતા દર્શાવાઇ હતી પરંતુ લેખીત બાહેંઘરી ન મળતા મંત્રણા ભાંગી પડી હતી.
પરિણામે હવે રાજ્યના 45,000 વિદ્યુત કર્મીઓ 19 એપ્રિલે કોર્પોરેટ ઓફિસ, સર્કલ ઓફિસ, ડિવીઝન ઓફિસ અને સબ ડિવીઝન ઓફિસ લેવલે ભારે સૂત્રોચ્ચાર કરશે. 20થી 21 એપ્રિલે વર્ક ટુ રૂલ અને 22 એપ્રિલથી માસ સીએલ પર ઉતરી જશે તેમજ અંતિમ આંદોલન તરીકે લાઇટનીંગ હડતાળ પર જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.