પરીક્ષા:શહેરમાંં 2 દિવસથી ચાલતી તલાટી મંત્રીની પરીક્ષા પૂર્ણ

જૂનાગઢ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 180 ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી

જૂનાગઢમાં 2 દિવસથી યોજાતી તલાટી મંત્રીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ છે. 180 ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા સંપન્ન થતા ઉમેદવારો અને તંત્રએ હાશકારો અનુભવ્યો છે. આ અંગે ડેપ્યુટી ડાઇરેકટર જે.ડી. જોશીએ જણાવ્યું હતું કે, શહેરના કલેકટર કચેરી સામેના શશીકુંજમાં તલાટી મંત્રી માટેની પરીક્ષાનું આયોજન કરાયું હતું. ગાંધીનગર સ્થિત વિકાસ કમિશ્નરના માર્ગદર્શનમાં 7 અને 8 મે ના યોજાયેલી પરીક્ષામાં કુલ 180 ઉમેદવારો જોડાયા હતા.

કુલ 4 પેપર હતા જેમાં પ્રથમ દિવસે 2 અને બીજા દિવસે 2 પેપર લેવાયા હતા. સવારના 9:30 થી 12 અને બપોરના 3 થી સાંજના 6 સુધીના સમયમાં 2 દિવસ લેવાયેલી પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે. પરીક્ષા દરમિયાન કોઇપણ પ્રકારની ગરબડી ન સર્જાય તે માટે સ્ટ્રોંગ રૂમમાં પેપર રાખવાથી માંડીને સીસીટીવીથી નિગરાની તેમજ ખાસ ટીમ દ્વારા ચેકીંગ પણ હાથ ધરાયું હતું. દરમિયાન આર.બી. મેઘનાથી, ટીડીઓ જયદિપ પટેલ, જિલ્લા પંચાયતના ડો. સુતરીયા, અધિક વિકાસ કમિશ્નર ડી.ડી.જાડેજા, ડેપ્યુટી કલેકટર શ્વેતા રાઠોડના માર્ગદર્શનમાં પરીક્ષા સફળતા પૂર્વક સંપન્ન થઇ છે.

અન્ય સમાચારો પણ છે...