રજૂઆત:ગીર સોમનાથ જિલ્લાના તલાટી મંત્રી મંડળે પડતર પ્રશ્નો ઉકેલવાની માગ સાથે આવેદનપત્ર પાઠવ્યું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જીલ્‍લા વિકાસ અઘિકારીને આવેદનપત્ર આપી રહેલ તલાટી મંડળના સભ્‍યો - Divya Bhaskar
જીલ્‍લા વિકાસ અઘિકારીને આવેદનપત્ર આપી રહેલ તલાટી મંડળના સભ્‍યો
  • માગણી ના સંતોષાય તો તલાટીઓ 20મી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવશે

રાજયમાં તલાટી કમ મંત્રીઓને થઇ રહેલ અન્યાય દૂર કરવાની માંગણી સાથે ગુજરાત રાજય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા શરૂ થયેલ લડતના ભાગરૂપે ગીર સોમનાથ જીલ્‍લા તલાટી કમ મંત્રી મંડળે લાંબા સમયથી પડતર વિવિધ માંગણીઓનો હકારાત્મક નિવારણ લાવવાની માંગણી સાથે જીલ્‍લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે.

ગીર સોમનાથ જીલ્‍લા તલાટી કમ મંત્રી મંડળના પ્રમુખ વિજય ડોડીયા, મહામંત્રી અમિતસિંહ ઝાલા, ઉપપ્રમુખ હિતેશ રામ સહિતનાની રાહબરી હેઠળ આપેલ આવેદનપત્રમાં જણાવ્‍યા મુજબ રેવન્યુ કામગીરી રેવન્યુ તલાટી કમ મંત્રીને સોપવી તેમજ જે રીતે રેવન્યુ તલાટી કમ મંત્રીને નાયબ મામલતદારનું પ્રમોશન આપવામાં આવે છે. આ પ્રથામાં પંચાયત મંત્રીનો પણ સમાવેશ કરવો તથા મહેસુલી તલાટીની જેમ પંચાયત તલાટી મંત્રીને પણ પ્રથમ ઉચ્ચતર રૂ.4400 આપવું તથા પંચાયત મંત્રીની નવી ભરતી પહેલા માનવતાના ધોરણે હાલ ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓએ આંતરીક જિલ્લા ફેર બદલી માટે કરેલ અરજીઓ ધ્યાને લઈ હકારાત્મક નિવારણ કરી યોગ્ય ન્યાય આપવો, આ ઉપરાંત તલાટી કમ મંત્રી ચાલુ ફરજ દરમિયાન અવસાન પામે તો તેમના પરિવારને ઉપયોગી મદદ માટે રાજય મંડળ કક્ષાએથી આકસ્મિક ભંડોળની રચના કરવા સહિતની વિવિધ આઠ માંગણીઓ રજૂ કરી હતી. આવેદનપત્ર આપવાના કાર્યક્રમમાં જીલ્‍લા મંડળના મુખ્‍ય હોદેદારો જોડાયા હતા.

જીલ્‍લા કલેકટરને આવેદનપત્ર આપી રહેલ તલાટી મંડળ
જીલ્‍લા કલેકટરને આવેદનપત્ર આપી રહેલ તલાટી મંડળ

તલાટી મંત્રીઓ જરૂર પડે લડત આગળ ધપાવશે

રાજય સાથે ગીર સોમનાથ જીલ્‍લામાં તલાટી મંત્રીઓ તેમની માંગણીઓને સમયસર હકારાત્મક નિવારણ આવશે નહીં તો અગાઉથી નકકી કરાયા મુજબ અગાઉ તા.13 ના રોજ તલાટી મંત્રીઓ અધિકારી-કર્મચારી સાથે જોડાયેલા તમામ વોટસઅપ ગ્રુપમાંથી એકી સાથે રીમુવ થઇ ગયા છે. હવે તા.20 ના રોજ કાળી પટ્ટી ધારણ કરશે. તા.27 ને તમામ તલાટી મંત્રીઓ ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ કરશે. તા.1 ઓકટોમ્‍બરના રોજ તમામ તલાટી મંત્રીઓ માસ સી.એલ. મુકી સ્થાનિક તાલુકા કચેરી સમક્ષ બેનર સાથે દેખાવો કરવાની સાથે તમામ પ્રકારની ઓનલાઇન તથા મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરશે. બાદમાં તા.7 ઓકટોમ્‍બરએ તમામ તલાટી મંત્રીઓ પોતાના જિલ્લા મંડળની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે એક દિવસના ધરણાં કરશે. તા.12 ઓકટોમ્‍બરના રોજ રાજયના તમામ તલાટી મંત્રીઓ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ છાવણીમાં એક દિવસના ધરણા યોજશે. તેમ છતાં પ્રશ્નોનો નિકાલ નહીં થાય તો અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરશે તેવી અંતમાં ચીમકી ઉચ્‍ચારી છે.

અન્ય સમાચારો પણ છે...