કામગીરી:બસ સ્ટેશનમાં શૌચક્રિયા, સ્નાન ક્રિયાના ચાર્જના બોર્ડ લાગ્યા, 5 થી 10 રૂપિયાના થતા ઉઘરાણાના અહેવાલ બાદ તંત્ર જાગ્યું

જૂનાગઢ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ આખરે એસટી બસ સ્ટેશનમાં શૌચક્રિયા, સ્નાન ક્રિયાના ચાર્જના બોર્ડ લાગ્યા છે. આ અંગે મળતી વિગત મુજબ જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં લઘુશંકાના 5, કુદરતી હાજતના 10 રૂપિયા પડાવાતા હોવાની અનેક ફરિયાદો ઉઠી હતી. જોકે, એવું ન હતું કે એસટીના અધિકારીઓ આ બાબતથી અજાણ હતા કે અંધારામાં હતા. બલ્કે એસટીના જ એક અધિકારીએ તો પોતાની વિવશતા જણાવી હતી કે, આવી તો 280 ફરિયાદ આવી છે પરંતુ કોઇ પગલાં લેવાતા નથી! દરમિયાન આ અંગેનો અહેવાલ દિવ્ય ભાસ્કરે પ્રસિદ્ધ કરી મુસાફરોની વેદનાને વાચા આપી હતી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ એસટી તંત્ર દોડતું થયું હતું અને જેના પગલે તાત્કાલીક બોર્ડ લાગી ગયા છેે. બોર્ડમાં જણાવાયું છે કે, શૌચક્રિયાનો ચાર્જ 1 રૂપિયો, સ્નાન ક્રિયાનો ચાર્જ 1 રૂપિયો છે જ્યારે યુરિનલ તમામ લોકો માટે ફ્રિ હોય તેનો કોઇ ચાર્જ ચૂકવવાનો થતો નથી. આ ઉપરાંત 5 વર્ષના બાળક, એસટી સ્ટાફ, દિવ્યાંગ અને ખોડ ખાપણ ધરાવતી વ્યક્તિઓ માટે પણ ફ્રિ સુવિધા છે.

અન્ય સમાચારો પણ છે...