તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • The System Claims That Power Supply Has Been Restored In The Affected Villages Of Tau te Of Gir Somnath, 11 Thousand Power Poles Have Been Erected And 600 Transformers Have Been Restored.

રાહત:ગીર સોમનાથના તાઉ-તે પ્રભાવિત ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયાનો તંત્રનો દાવો, 11 હજાર વીજપોલ ઉભા કરી 600 ટ્રાન્સફોર્મર રિસ્ટોર કરાયા

વેરાવળ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટીસી રીસ્ટોર કરવાની કામગીરી કરી રહેલ વિજકર્મીઓ - Divya Bhaskar
ટીસી રીસ્ટોર કરવાની કામગીરી કરી રહેલ વિજકર્મીઓ
  • PGVCLની 39 ટીમ અને કોન્ટ્રાકટરોની 115 ટીમોએ અવિરત કામગીરી કરી

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાને લીધે વીજલાઇન, વીજપોલ અને સબસ્ટેશનો ધરાશાયી-નુકસાનગ્રસ્ત થતા વીજપુરવઠો બંધ થઇ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા ગીર-સોમનાથ જિલ્લામાં ઉના અને ગીરગઢડા તાલુકામાં છવાયેલ અંઘારપટ દુર કરવા દિવસ-રાત યુઘ્‍ઘના ઘોરણે કામગીરી કરવામાં આવી રહી છે. જેના કારણે ઘીમે ઘીમે ગામોમાં વિજ પૂરવઠો પ્રર્વવ્રત થઇ રહયો છે. અત્‍યાર સુઘીમાં પીજીવીસીએલ દ્રારા 11 હજાર વિજ પોલ અને 600 ટીસી રીસ્‍ટોર કરાયા છે. આ કામગીરી પાછળ પીજીવીસીએલની 39 ટીમમાં 1200 થી વઘુ અઘિકારી-કર્મચારીઓ અને 115 કોન્‍ટ્રાકટરોની ટીમ યુધ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.

વાવાઝોડાને લીધે નુકસાન પામેલ વીજપોલ, વીજલાઇન, ટ્રાન્સફોર્મર અને સબ સ્ટેશનોને રીસ્ટોર કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી ચાલુ છે. આ કામગીરીને સફળ બનાવવા માટે સમયમર્યાદામાં માલ-સામાન પહોંચાડવો પણ ખુબ આવશ્યક હોવાથી ઉના પીજીવીસીએલના કા.પા.ઇજનેર યશપાલ જાડેજા, જુનીયર ઇજનેર એમ.એન.જાદવની ટીમ દ્વારા આગોતરા આયોજન સાથે સતત સમયસર જરૂરી માલ-સામાન કામના સ્‍થળ સુઘી પહોંચાડવામાં આવી રહેલ છે. આ માટે અમરેલી, ભુજ, પોરબંદર, જામનગર, રાજકોટ સહિત જિલ્લામાંથી માલ-સામાન મંગાવવામાં આવેલ હતો. આ કામગીરીમાં ૭ સ્ટાફકર્મી અને 40 લેબર થકી કામગીરી કરવામાં આવી રહી છે.

વિજપોલ ઉભી કરવાની ચાલી રહેલ કામગીરી
વિજપોલ ઉભી કરવાની ચાલી રહેલ કામગીરી

ગીર સોમનાથ જિલ્લામાં વાવાઝોડાથી ઉના, ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલે ઉના 220 કે.વી.ની મુલાકાત લઇ જેટકો તથા પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વીજળી પૂર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપી હતી. જે અંતર્ગત આજથી અસરગ્રસ્ત કોડીનાર, ગીરગઢડા, ઉના તાલુકાના ગામડાઓમાં જ્યોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે.

અસરગ્રસ્ત તાલુકામાં 20 સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે. અત્‍યાર સુઘીમાં 11 હજાર વિજ પોલ, 600 ટીસી રીસ્ટોર કરવામાં આવેલ છે. 115 કોન્ટ્રાકટરોની ટીમ અને 39 પીજીવીસીએલ ટીમના 1200 થી વધુ કર્મચારીઓ યુધ્ધના ધોરણે દિવસ-રાત કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ તમામ ગામોમાં આજથી વીજળી પૂર્વવત કરવામાં આવી હોવાનું પીજીવીસીએલના કા.પા.ઇજનેર વાય.આર.જાડેજાએ જણાવેલ છે.

અન્ય સમાચારો પણ છે...