જળ સમસ્યા:પાણીના સૂચવેલા 13 લાખના કામ દોઢ વર્ષ પછી પણ ન કરાયા

જૂનાગઢ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપમાં ગૃપીઝમથી કોર્પોરેટરને અન્યાય

મહાનગરપાલિકમાં ફરી ભાજપે સત્તાના સુકાન સંભાળ્યા છે પરંતુ તેમાં રહેલા ગૃપીઝમના કારણે અનેક કોર્પોરેટરના કામો થતા નથી. દરમિયાન ભાજપના જ એક કોર્પોરેટરે જણાવ્યું છે કે, મારા વિસ્તારમાં 20 લાખના કામ સૂચવ્યા હતા જેમાંથી પીવાના પાણીના 13 લાખના કામ દોઢ વર્ષ પછી પણ થયા નથી! 2 નવેમ્બર 2018માં રજૂઆત કરી હતી. ત્યારથી લઇને આજ સુધીના દોઢ વર્ષ વિત્યા પછી પણ કામ કરવામાં આવ્યા ન હોય સ્થાનિક લોકોનો રોષ વધી રહ્યો છે જેનો ભોગ જે તે વિસ્તારના કોર્પોરેટરને બનવું પડે છે. 14મું નાણાંપંચની ગ્રાન્ટમાંથી આ કામ સૂચવાયા હતા જેમાં 2 અલગ અલગ વિસ્તારમાં અનુક્રમે 7 અને 4 લાખના ખર્ચે પાણીની લાઇન નાંખવી તેમજ 2 લાખના ખર્ચે બોરના કામ કરવાના હતા. જોકે, અમુક મળતીયા કોર્પોરેટરોના કામ તુરત થઇ જાય છે પરંતુ ગૃપીઝમના કારણે કામ કરવામાં ન આવતા હોવાનું પણ જણાઇ રહ્યું છે. ત્યારે લોકોના કામ અને તેમાંય પીવાના પાણીની પ્રાથમિક જરૂરિયાતના કામોમાં રાજકારણ રમાવું ન જોઇએ. હવે આ કામ ઉનાળાની ઋતુ પહેલા પૂર્ણ કરાવવા માંગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...