તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગીર સોમનાથના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો કેશવાળી વાળો નરસિંહ રસ્તા પર લટાર મારતો જોઇ વિદ્યાર્થીઓ રોમાંચિત થયા હતા. આજે સવારે ધોકડવા નજીક એક સ્કુલ બસ જઇ રહી હતી ત્યારે સિંહ લટાર મારતો જોવા મળતા કોઇએ સિંહ દર્શનના દૃશ્યો કેમેરામાં કેદ કરી લીધા હતા.
જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામ નજીક વનરાજા રસ્તા પર લટાર મારતા હોવા અંગે મળેલી વિગત મુજબ આજે સવારે આઠેક વાગ્યાના અરસામાં વિદ્યાર્થીઓ ભરેલી એક ખાનગી બસ ધોકડવાથી આગળ જઇ રહી હતી. ત્યારે રસ્તામાં ધોકડવા નજીક પાણી ગાળો તરીકે ઓળખાતા વિસ્તારમાં જંગલના રાજા સિંહ રસ્તાની સાઇડમાં કાચા માર્ગ પર લટાર મારતો હતો. જેના પર બસમાં બેસેલા વિદ્યાર્થીઓનું ઘ્યાન ગયેલ હતુ. જેથી બસના ચાલક સહિત વિદ્યાર્થીઓને સિંહ દર્શનના રોમાંચક દૃશ્યો જોવાનો મફતમાં લ્હાવો મળયો હતો. જે નિહાળી તમામ આનંદીત થઇ ગયા હતા.
ધોકડવાના જે વિસ્તારમાં સવારે સિંહ જોવા મળ્યો તે વિસ્તારમાં વસવાટ કરતા સિંહોનું ગ્રુપ પાણી પીવા માટે આવતા હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. તો કેશવાળી વાળો નર સિંહ ભાગ્યે જ જાહેરમાં જોવા મળતો હોવાનું પણ વધુમાં જણાવ્યું હતું. છેલ્લા થોડા સમયથી સિંહો વારંવાર ગીર જંગલની બોર્ડરના ગામડાઓના વિસ્તારો અને માર્ગો પર લટાર મારતા અને ખોરાકની શોધમાં ચડી આવેલા જોવા મળે છે. આવા દૃશ્યો ગીર સોમનાથ જિલ્લાના જંગલ વિસ્તારની આસપાસ નિયમિત જોવા મળી રહ્યા છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.