આજના સમયમાં બાળકોને શિક્ષણ સાથે કૌશલ્યનું પણ જ્ઞાન આપવામાં આવે છે. જેના થકી તે પોતાના જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં આગળ વધી શકે છે. જૂનાગઢ જિલ્લાના કેરાળા, પાતાપુર, સમઢિયાળા અને માંગરોળ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં મધ્યમ વર્ગની દિકરીઓને શિક્ષણ સાથે છાત્રાલયની પણ સુવિધા આપવામાં આવે છે. આ દિકરીઓને અભ્યાસ સાથે કૌશલ્યની તાલીમ આપવામાં આવે છે અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવે છે. આ વિદ્યાર્થીનીઓએ જુલા, તોરણ, પગલુસણિયા, પેન સ્ટેન, ફ્લાવર પોઇન્ટ, મટુકી સહિતની વસ્તુઓ બનાવી લોકોનું દિલ જીતી લીધું છે.
મહિલા અને બાળ વિભાગ દ્વારા જૂનાગઢ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વેસ્ટમાંથી બનાવેલ બેસ્ટ વસ્તુઓનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું. આ વસ્તુઓએ લોકોના દિલ જીતી લીધા હતા. વિદ્યાર્થીનીઓની વસ્તુઓને બજારમાં માર્કેટ મળી રહે તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પણ આગળ આવી છે.
રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ જિલ્લામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચલાવવામાં આવે છે. જેમાં ગરીબ અને મધ્યમ વર્ગની દિકરીઓને અભ્યાસ કરે છે. જૂનાગઢ જિલ્લામાં ચાર સ્થળોએ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે. જેમાં કેરાળા, પાતાપુર, સમઢીયાળા અને માંગરોળનો સમાવેશ થાય છે. આ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ધો.૬ થી ૧૨ની વિદ્યાર્થીનીઓને શિક્ષણ સાથે કૌશલ્યના પાઠ શીખવવામાં આવી રહ્યા છે. જેના પરિણામે વિદ્યાર્થીઓએ જુલા, તોરણ, પગલુસણિયા, પેન સ્ટેન, ફ્લાવર પોઇન્ટ, મટુકી સહિતની વસ્તુઓ બનાવી છે. આ વસ્તુઓને કિશોરી મેળામાં પ્રદર્શન તરીકે મુકતા સૌ કોઇના દિલ જીતી લીધા હતા. આ મેળાની જિલ્લા પંચાયતના પ્રમુખ શાંતબેન દિનેશભાઈ ખટારીયા, મેયર ગીતાબેન પરમાર, જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ સહિતના મહાનુભાવોએ મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.