સુવિધા:વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુશ્કેલી ન પડે તે માટે છાત્રોએ શરૂ કરી બસ

જૂનાગઢએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવાર અને બપોરે બસ વિદ્યાર્થીઓને લેવા અને મુકવા જશે

યુનિવર્સિટી દ્વારા પરીક્ષાનો પ્રારંભ થયો છે. કેટલીક પરીક્ષા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં લેવાઇ રહી છે. યુનિવર્સિટી શહેરથી ઘણી દુર છે. ત્યારે વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીમાં વાહન ન મળે અથવા કોઇ મુશ્કેલી ન પડે તે માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા નવી સુવિધા ઉભી કરાઇ છે. જેમાં જે વિદ્યાર્થીઓ પાસે વાહનની સુવિધા નથી તે વિદ્યાર્થીઓ માટે શહેરથી યુનિવર્સિટી સુધી લેવા-મુકવા જશે. બસ શરૂ કરવામાં આવી ત્યારે વિદ્યાર્થી પરિષદનાં માર્કડ દવે, પાર્થ મહેતા, યશ પરમાર, લવ ત્રિવેદી, ભાગ્યશ્રીબેન ડાંગર સહિતનાં હાજર રહ્યા હતા. તેમજ બસને દરરોજ સેનેટાઈઝ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...