તલાટી મંત્રીઓની હડતાળ:જુનાગઢ જિલ્લાના તમામ તલાટી મંત્રીઓની પાચમાં દિવસે પણ હડતાળ યથાવત

જૂનાગઢ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નોની માગ સાથે તલાટી મંત્રીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે

રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લાના તલાટી કમ મંત્રીઓ પણ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. આજે પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રહી છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા સને 2018થી સતત લેખીત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં ના આવતા જૂનાગઢ જિલ્લાના તમામ તલાટી મંત્રીઓ દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. અગાઉ સરકારે ટૂંક સમયમાં પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાળ મોકૂફ રાખેલ હતી. જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થવા છતાં વારંવાર રજૂઆત કરવા છતાં એક પણ પ્રશ્નનો સુખદ ઉકેલ નહી આવતા તલાટી મંત્રીઓ ફરી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે.

કામગીરીનો બહિષ્કાર કર્યો
ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનું નક્કી થયું છે. જેથી જૂનાગઢ જિલ્લાના તમામ તલાટી કમ મંત્રીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ કામગીરી સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણમાન સન્માન સાથે ફરકાવવાની કામગીરી સિવાયની તમામ કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
​​​​​​​અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો
અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાનો ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ તલાટી કમ મંત્રીઓએ સરકારી વોટ્સએપ ગ્રૂપમાથી રીમુવ થવાનું અને તલાટી કમ મંત્રીઓએ ગ્રામ પંચાયતની કબાટની ચાવી / સિક્કા તથા DSC તાલુકા મંડળના પ્રમુખ / મંત્રીને જમા કરાવવા, તાલુકા મથકે તાલુકા પંચાયત સિવાય હાજર રહેવાનું અને સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકવાની. જોકે, આ હડતાળના કારણે ગ્રામ્ય વિસ્તારના અરજદારોને તલાટી મંત્રીઓ પંચાયતે ન આવતા હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...