જૂનાગઢનાં નરસિંહ મહેતા તળાવમાં સેકડો માછલાનાં મોત થયા છે. પાણી દુર્ગંધ મારી રહ્યું છે. શનિવારે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.જૂનાગઢ મધ્યે આવેલા નરસિંહ મહેતા તળાવમાં માછલા મરીરહ્યાં છે. આ અંગે આમ આદમી પાર્ટીનાં ભાવેશ કાતરિયા, ચેતન ગજેરા, વિનોદ રામાણી સહિતનાં કાર્યકરો તળાવે એકત્ર થયા હતાં અને વિરોધ કર્યો હતો.
તેમજ આવેદન પત્ર પાઠવી જણાવ્યું હતું કે, નરસિંહ મહેતા તળાવમાં 20 દિવસમાં મોટી સંખ્યામાં માછલાનાં મોત થયા છે. પાણી પણ દુર્ગંધ મારી રહ્યું છે. મનપાનાં મયરે નર્મદાનું પાણી ઠાલવવાની વાત કરી હતી. પરંતુ હજુ કશુ થયું નથી. પ્રજાએ 95 ટકા કોર્પોરેટરને વિજેતા બન્યાવ્યાં છે. પરંતુ પ્રજાનાં કામ થતા નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.