તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમાણિકતા:એસટી બસના કંડકટરે રોકડ અને દસ્તાવેજો સાથેનું પાકિટ મુસાફરને પરત કરી પ્રમાણિકાતનું ઉદાહરણ પુરું પાડ્યું

જૂનાગઢએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેરાવળ-ધોરાજી રૂટની બસમાં પાકિટ ભુલાયું હતું

વેરાવળ-ઘોરાજી રૂટની બસમાં મુસાફરી કરી રહેલ એક મુસાફર અગત્‍યના ડોકયુમેન્‍ટ સાથેનું પાકીટ બસમાં ભુલી પોતાના સ્‍ટોપ પર ઉતરી ગયેલ હતા. ત્‍યારબાદ પાકીટની શોઘખોળ માટે એસટીના અઘિકારીનો સંપર્ક કરી મદદ માંગતા તુરંત તે રૂટની બસના કંડકટરનો સંપર્ક કરી તપાસ કરાવતા પાકીટ મળી આવતા તે મુસાફરને પરત કરી એસટીના કર્મચારીએ પ્રામાણીકતાનું ઉદાહરણ પુરૂ પાડેલ છે.

સલામત સવારી એસ.ટી. અમારીના સુત્રને ખરા અર્થમાં જૂનાગઢ એસ.ટી.વિભાગના અઘિકારી-કર્મચારીએે સાર્થક કરી બતાવ્‍યુ છે. જેની વિગત મુજબ વેરાવળથી ધોરાજી રૂટમાં મુસાફરી કરી રહેલ એક મુસાફરનું પાકીટ મુસાફરી દરમ્‍યાન પડી ગયેલ હતુ. જયારે આ મુસાફર જૂનાગઢ સ્‍ટેશનએ ઉતરી ગયા બાદ થોડા સમય પછી પાકીટ પડી ગયાની મુસાફરને ખબર પડી હતી. જેથી મુસાફરે તુરત જ જૂનાગઢ બસ સ્‍ટેશનએ દોડી જઇ ફરજ પરના ટ્રાફીક કંટ્રોલર સંદિપભાઈ નળીયાપરાને પાકીટ બસમાં પડી ગયા અંગે વિગત જણાવી હતી.

જેના આઘારે ખોવાયેલ પાકિટ માટે એસટીના અઘિકારી સંદીપભાઇએ તુરંત બસના ટ્રાઈવર કમ કંન્ડકટર હરેશભાઇનો સંપર્ક કરી પાકીટની તપાસ કરવા જણાવતા બસમાંથી જ ખોવાયેલ પાકિટ મળી આવ્‍યુ હતુ. બાદમાં પાકીટ જુનાગઢ મંગાવી ટ્રાફીક કંટ્રોલરની ઓફિસમાં મુસાફરને હાથો હાથ આપી એસટીના ફરજ નિષ્‍ઠોએ પ્રમાણીકતાનું ઉદાહરણ પુરુ પાડયુ હતું. ખોવાયેલ પાકિટમાં અગત્‍યના ડોક્યુમેન્ટ અને રોકડ રકમ હોય જે સલામત રીતે પરત મળી જતા મુસાફરએ એસ.ટી.વિભાગના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો