સાર્વત્રિક મેઘમહેર:જૂનાગઢ જિલ્લાના 9 તાલુકામાં 1 થી 4 ઈંચ વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ

જૂનાગઢ3 મહિનો પહેલા
  • વંથલી અને માણાવદરમાં સૌથી વધુ 4-4 ઈંચ વરસાદ

જુનાગઢ જીલ્લામાં આજે સવારથી વરસાદી માહોલ વચ્‍ચે મેઘરાજાની ઘમાકેદાર એન્‍ટ્રી થઇ છે. સવારથી જ જીલ્‍લાના નવેય તાલુકાઓમાં ઘીમી ઘારે અવિરત વરસાદ વરસી રહયો છે. સવારથી બપોર સુઘીમાં નવેય તાલુકામાં 1 થી લઇને 4 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો છે. જેમાં સૌથી વઘુ જૂનાગઢ, વંથલી અને માણાવદરમાં 4 ઇંચ જયારે સૌથી ઓવો ભેસાણમાં એક ઇંચ જેટલો વરસાદ વરસેલ હોવાનું જાણવા મળેલ છે.

વરસાદીની કાગડોળે રાહ જોઇ રહેલ સોરઠવાસીઓ પર આજે સવારથી મેઘરાજા મહેરબાન બનીને અવિરત હેત વરસાવી રહયા છે. જેના પગલે જૂનાગઢ જીલ્‍લાના નવેય તાલુકામાં મેઘમહેરની સ્‍થ‍િતિ જોવા મળી રહી છે. આજે સવારથી શરૂ થયેલ મેઘસવારીમાં સવારે 8 થી બપોરે 2 વાગ્‍યા સુઘીમાં જીલ્‍લાના તાલુકામાં થયેલ વરસાદીની માહિતી જોઇએ તો જૂનાગઢમાં 94 મીમી (4 ઇંચ), કેશોદમાં 65 મીમી (2.5 ઇંચ), ભેંસાણમાં 27 મીમી (1 ઇંચ), મેંદરડામાં 56 મીમી (2 ઇંચ), માંગરોળમાં 44 મીમી (પોણ બે ઇંચ), માણાવદરમાં 109 મીમી (સવા ચાર ઇંચ), માળીયાહાટીનામાં 42 મીમી (પોણા બે ઇંચ), વંથલીમાં 96 મીમી (ચાર ઇંચ), વિસાવદરમાં 66 મીમી (અઢી ઇંચ) જેટલો વરસાદ વરસેલ છે.

તાલુકા વાઈઝ સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધીમાં વરસેલો વરસાદ

તાલુકો

વરસાદ

જૂનાગઢ94 મીમી
માણાવદર109 મીમી
વંથલી96 મીમી
વિસાવદર66 મીમી
કેશોદ65 મીમી
મેંદરડા56 મીમી
માંગરોળ44 મીમી
માળિયા (હા.)42 મીમી

જૂનાગઢ, વંથલી અને માણાવદર શહેર અને તાલુકાઓમાં વરસેલ સાંબેલાધાર ચાર ઇંચ વરસાદના પગલે અમુક વિસ્‍તારોમાં પાણી ભરાય ગયા હતા. તો મેઘ મહેરના પગલે ગ્રામ્‍ય વિસ્‍તારની નદી-નાળાઓમાં નવા નીરની ભરપુર આવક જોવા મળતી હતી. તો અમુક ગ્રામ્‍ય વિસ્‍તારોમાં રસ્તાની સાથે-સાથે પાણીનું સ્તર પણ વઘી ગયુ હતુ. જયારે શહેરોમાં નિચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાઇ ગયેલ હતા. જયારે આજની અવિરત મેઘ મહેર ખેડૂતોના પાક માટે આર્શીવાદ રૂપ હોવાથી જગતનો તાત ખુશખુશાલ થઇ ગયો હતો.

જીલ્‍લા મથક જૂનાગઢ શહેરમાં ભારે વરસાદના પગલે ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાય જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહયો હતો. શહેરમાં સવારથી વરસી રહેલ ભારે વરસાદને કારણે અંડરબ્રિજમાં પાણી ભરાય ગયુ હતુ. તો શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા ગયા હતા. જયારે તળાવ દરવાજા, કાળવા ચોક, એમજી રોડ સહિતના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જેને લઇ વાહનચાલકો અને લોકોને મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહયો હતો.

અન્ય સમાચારો પણ છે...