તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:માતાને દવાખાને લઇ જનાર પુત્રનું અકસ્માતમાં મોત થયું

જૂનાગઢ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રીક્ષા ચાલકે ફોરવ્હિલ ચાલક સામે નોંધાવી ફરિયાદ

શહેરના સરદારબાગ સ્થિત બહુમાળી ભવન પાસે ફોરવ્હિલ ચાલકે રીક્ષાને હડેફેટે લેતા માતાને દવાખાને લઇ જતા 22 વર્ષિય પુત્રનું મૃત્યું નિપજ્યું છે. આ મામલે રીક્ષા ચાલકે ફોરવ્હિલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા સી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના લીરબાઇ પરા વિસ્તારમાં રહેતો 22 વર્ષિય યુવાન નથુભાઇ અરસીભાઇ દાસા પોતાની માતા લાખીબેનની તબિયત સારી ન હોય દવાખાને લઇ જતો હતો. માતા અને પુત્ર બન્ને જીજે 16 જે કે 2996 નંબરની રીક્ષામાં બેસી મોતીબાગથી સરદારબાગ તરફ જઇ રહ્યા હતા.

રીક્ષા બહુમાળી ભવન પાસે પહોંચી હતી ત્યારે પુરપાટ ઝડપે અને બેફિરાઇથી વાહન ચલાવી પસાર થતા જીજે 03 કેપી 3692 નંબરના ફોરવ્હિલ ચાલકે રીક્ષાને હડફેટે લઇ અકસ્માત કર્યો હતો. આ અકસ્માતમાં રીક્ષા પલ્ટી મારી જતા નથુભાઇ દાસાનું ગંભીર ઇજા થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે રીક્ષા ચાલક ભનુભાઇ રાયદેભાઇ ઓડેદરાએ ફોરવ્હિલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા સી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...