ગૌરવ:ખેતી કરનાર, ત્રોફા વેંચનારનો દિકરો પ્રથમ નંબરે આવ્યો

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢમાં યોજાયેલ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધામાં સાવ સામાન્ય પરિવારના દિકરા-દિકરીઓએ પોતાનું કૌવત બતાવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે. મતલબ, કે મજબૂત મનના લોકોને કોઇ મુશ્કેલી નડતી નથી. રસ્તામાં પડેલા પથ્થરને જેમ પગથિયા બનાવનાર સફળ થાય છે તેજ રીતે આ સામન્ય પરિવારના દિકરા,દિકરીઓએ 1,227 સ્પર્ધકોમાંથી અવ્વલ નંબર પ્રાપ્ત કરી પોતાનું તેમજ પોતાની શાળા, ગામ, પરિવાર અને સમાજનું નામ રોશન કર્યું છે. ત્યારે જાણીયે સિનીયર,જૂનિયરમાં પ્રથમ નંબર મેળવનાર ભાઇ- બહેનોની પારિવારિક સ્થિતી.

માતા, પિતા ખેતી કરે છે
58:04 મિનીટમાં ગિરનાર સર કરી પ્રથમ વખત જૂનિયર ફર્સ્ટ આવેલ ગિર સોમનાથના ડાભી યોગેશ અભેસિંગભાઇના માતા, પિતા ખેતી કરે છે. તેમણે સિનીયર ફર્સ્ટ આવેલ લાલા પરમાર પાસેથી 1 મહિનાની ટ્રેનીંગ લીધી હતી. ભવિષ્યમાં આર્મી ઓફિસર બનવા માંગે છે. હજુ નેશનલની સ્પર્ધામાં પણ ઝંપલાવશે.

માતા,પિતા નાળીયેર વેચે છે તેમાં મદદ કરે છે
58:04 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી સિનીયર ફર્સ્ટ આવેલ જૂનાગઢના પરમાર લાલા ચિમનભાઇના માતા, પિતા નાળીયેર વેંચે છે. લાલા પણ તેમાં મદદ કરે છે. 5 વર્ષથી ભાગ લે છે અને દર વર્ષે ફર્સ્ટ રહે છે. 2 વખત જૂનિયર અને 3 વખત સિનીયરમાં ફર્સ્ટ આવેલ છે. ગયા વર્ષે 55:30 મિનીટમાં નેશનલ સ્પર્ધા પૂર્ણ કરી અગાઉની નેશનલની સ્પર્ધાનો 55.31 મિનીટનો રેકોર્ડ તોડ્યો છે. હવે નેશનલમાં ભાગ લેશે. એથ્લેટિક્સ લાઇનમાં આગળ વધવું છે.

ગયા વખતે ઇજા થઇ, આ વર્ષે ફર્સ્ટ આવી
40:31 મિનીટમાં સ્પર્ધા પૂર્ણ કરી જૂનિયર ફર્સ્ટ આવેલ જૂનાગઢની કાથુરીયા રોઝીનાના પિતા બાર્બરનો ધંધો કરે છે. 5 બહેનો, 1 ભાઇ અને માતા, પિતા સહિત 8 સભ્યોનો પરિવાર છે. ગત વખતે સ્પર્ધામાં ભાગ લેતી વખતે ઇજા થઇ હતી પરિણામે જીતી શકી ન હતી. જોકે, હિંમત હાર્યા વિના ભાગ લીધો અને ફર્સ્ટ નંબરે વિજેતા બની છે. 2019માં તેમની મોટી બહેન સાયરાબેને ગિરનાર સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તે 1 વખત રાજ્યકક્ષાએ અને 1 વખત નેશનલમાં વિજેતા બન્યા હતા. હવે પોલીસમાં જવાની ઇચ્છા છેે. નેશનલમાં પણ ભાગ લેશે.

12 વર્ષની હતી ત્યારે પિતા ગૂમાવ્યા હતા
41:36 મિનીટમાં ગિરનાર સર કરનાર ગિરસોમનાથ જિલ્લાની સિનીયર ફર્સ્ટ વાળા પારૂલબેને 12 વર્ષ અગાઉ પિતા ગૂમાવ્યા છે. માતા મજૂરી કરીને 3 દિકરી અને 1 દિકરાને અભ્યાસ કરાવે છે. 2 વખત જૂનિયર ફર્સ્ટ અને 1 વખત સિનીયર ફર્સ્ટ બની છે. હાલ કોલેજ કરે છે. આગળ તલાટી, ફોરેસ્ટર,પોલીસ જેવી સરકારી ભરતીની તૈયારી કરશે.

અન્ય સમાચારો પણ છે...