જૂનાગઢના કડીયાવાડ વિસ્તારમાં સામાન્ય બાબતે સસરાની હત્યા નિપજાવનાર જમાઈની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
જૂનાગડના કડીયાવાડ વિસ્તારમાં રહેતા સુધીર સોલંકી અને નિશાએ ચાર વર્ષ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ, બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા નિશા તેના પિતાના ઘરે રહેવા આવી ગઈ હતી. બે દિવસ પહેલા થયેલ ઝઘડામાં હત્યારા સુધીર સોલંકીએ પોતાના સસરા અનિલ જાદવને પોતાના ઘરે સમાધાન માટે બોલાવેલ. પરંતુ સુધીર પત્નીને મારકુટ કરતા પત્ની નિશા જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવા ગયેલ. પરંતુ સસરા અનિલ જાદવ અને સુધીર સોલંકી વચ્ચે તેમના ઘરે ઉગ્ર ચાલી થતા સુધીર સોલંકી એ પગના અને વાસાના ભાગે ગંભીર ઇજાઓ કરી સસરાને ઢોર માર માર્યો હતો. ઢોર માર મારવાને કારણે અનિલ જાદવને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતો.
સુધીરની પત્ની નિશાને પોતાના પિતાની હત્યા થતાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. આ હત્યાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસે આરોપી સુધીર સોલંકીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને માત્ર ગણતરીની કલાકોમાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામી નારાયણ મંદિર નજીક આવેલ પાર્કીંગ એરીયામાં છુપાઇને ઉભેલ હોવાની બાતમી મળતા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સુધીર સોલંકી ને ઝડપી પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં નોંધાયેલ હત્યાના ગુના ને ધ્યાને લઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.