તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:સવા વર્ષ બાદ 21 જુલાઇથી સોમનાથ - અમદાવાદ ઇન્ટરસિટી ટ્રેન શરૂ થશે

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના કારણે 23 માર્ચ 2020ના ટ્રેન બંધ કરાઇ હતી

સવા વર્ષના સમય બાદ 21 જૂલાઇ બુધવારથી સોમનાથ અમદાવાદ ડેઇલી ઇન્ટરસિટી ટ્રેન શરૂ થવા જઇ રહી છે. સાથે વેરાવળ-ઇન્દોર મહામાના ટ્રેન પણ શરૂ થશે. ખાસ કરીને મહામાના ટ્રેનનો સમય રાત્રીના કરાયો છે જેથી ઉજૈનમાં થતી મહાકાલની ભસ્મ આરતીનો પણ ભાવિકો લાભ લઇ શકશે. આ અંગે અમૃતભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ગત વર્ષે કોરોનાના કારણે 23 માર્ચ 2020થી સોમનાથ અમદાવાદ ડેઇલી ઇન્ટરસિટી ટ્રેન બંધ કરાઇ હતી. ત્યાર બાદ છેક સવા વર્ષે 21 જૂલાઇથી આ ટ્રેન ફરી શરૂ થવાની છે.

આ ટ્રેન ખાસ કરીને નોકરીયાતો, વેપારીઓ વગેરે અપડાઉન કરતા લોકોને ખાસ ઉપયોગી થશે. આ સાથે 21 જૂલાઇથી મહામાના વિકલી ટ્રેન પણ શરૂ થઇ રહી છે. અગાઉ આ ટ્રેન દિવસના ઉપડતી હતી અને ઉજૈનમાં વ્હેલી સવારે 4 વાગ્યે પહોંચતી હતી પરિણામે ભાવિકો મહાકાલની ભસ્મ આરતીનો લાભ લઇ શકતા ન હતા. કારણ કે મહાકાલની ભસ્મ આરતી માટે રાત્રીના 2:30 વાગ્યે મંદિરમાં એન્ટ્રી લઇ લેવાની હોય છે. હવે આ ટ્રેન રાત્રીના ઉપડશે જેથી બીજા દિવસે બપોરના 3 વાગ્યે ઉજૈન પહોંચાડશે. જેથી શિવભક્તો ભસ્મ આરતીનો લાભ લઇ શકશે તેમજ આરતીનો લાભ લઇ પરત પણ ફરી શકશે.

અન્ય સમાચારો પણ છે...