તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવી સુવિધા:દેવળિયા પાર્કમાં AC બસમાં સિંહદર્શન કરી શકાશે

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 એસી બસનું લોકાર્પણ કરાયું, પાર્ક ખુલ્યા બાદ શરૂ થશે: ભાડું 150 રૂપિયા

દેવળિયા પાર્કમાં એસી બસની સેવા કાર્યરત કરવામાં આવી છે. રૂપિયા 28 લાખની 1 બસ એવી પાંચ બસનું પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાનાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અહીં કુલ 10 બસ કાર્યરત થશે. દેવળિયામાં સિંહ દર્શનની 150 રૂપિયા ટિકીટમાં જ બસ ભાડુંનો સમાવેશ કરવામાં આવ્યો છે. બસ માટે હાલ અલગથી ભાડું નક્કી કરાયું નથી. આ બસ ડિઝલથી ચાલે છે. જોકે હાલ કોરોનાનાં કારણે દેવળિયા પાર્ક બંધ છે. હાલ માત્ર બસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. દેવળિયા પાર્ક શરૂ થયા બાદ બસ સેવા શરૂ થશે. ત્યાં સુધી બસ પણ બંધ રહેશે.

સમાજનાં નાના માણસોને રોજગારી આપતા પ્રવાસન ઉદ્યોગના વિકાસ અર્થે સાસણ (ગીર) પાસે રૂા.36 કરોડના ખર્ચે પ્રવાસી સુવિધાના વિવિધ વિકાસકાર્યો કાર્યરત છે. સોમવારે પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ વિકાસનાં કામનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આ પ્રસંગે મંત્રીએ રૂપિયા 28 લાખના ખર્ચે નિર્મિત એક એવી 5 બસનું દેવળિયા આવતા પ્રવાસીઓ માટે લોકાર્પણ કર્યું હતું. તેમજકુલ10 બસ કાર્યરત થશે. સાસણ આવતા પ્રવાસીઓ માટે વાણીયાવાવ ચેક પોસ્ટ પાસે અને સાસણથી સોમનાથ જતા વેરાવળ નાકા પાસે આકર્ષક પ્રવેશદ્વારનું નિર્માણ કરાશે.

બસમાં વન્યપ્રાણીઓની ડોક્યુમેટરી જોઇ શકાશે
પ્રવાસીઓ માટે બસમાં સાઉન્ડ સિસ્ટમ અને ટી.વી.ની સુવિધા રાખવામાં આવી છે. ટી.વી. દ્વારા સાસણગીર જંગલ અને વન્યપ્રાણીઓ વિશે ડોક્યુમેટરી બતાવવામાં આવશે.

નજારો માણવા વોચ ટાવર બનશે
સાસણ આવતા પ્રવાસીઓને ઉચ્ચ કક્ષાની સુવિધા આપવા રીસેપ્શન સેન્ટર, સાઇટ બ્યુટીફીકેશન, ઓરીએન્ટેશન સેન્ટર, સોવેનીયર શોપ, સેલ્ફી પોઇન્ટ, ગીરનો નજારો માણવા વોચ ટાવર,પાર્કીગ એરીયા, સિંહનું સ્કલપ્ચર, ઇન્ફોરમેશન સેન્ટર, એન્ફીથીએટર સહિતની સુવિધા ઉભી કરવામાં આવી રહી છે તેમ નાયબ વન સંરક્ષક મોહન રામે જણાવ્યું હતું.

​​​​​​​વર્ષે 5.50 લાખ પ્રવાસીઓ આવે છે
એશિયાટીક લાયનના એક માત્ર નિવાસસ્થાન સાસણગીરમાં વર્ષે 5.50 લાખથી વધુ પ્રવાસીઓ આવે છે. અહીં આવતા પ્રવાસીઓને વધુ સારી સુવિધા મળે તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...