ઓવરફ્લો:આણંદપુર ડેમમાં ઓવરફ્લોની બીજી ઇનીંગ, 11 દિવસથી ચાલુ

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જૂનાગઢ-મેંદરડા સ્ટેટ હાઇવે પર આવેલા આણંદપુર ગામે ઓઝત નદી પરનો આણંદપુર ડેમ એટલે દાયકાઓથી જૂનાગઢવાસીઓની તરસ છીપાવતી જીવાદોરી. ગત અઠવાડિયે પડેલા અનરાધાર વરસાદને પગલે ઓઝત નદીમાં પાણી આવતાં આખો ડેમ ભરાઇ ગયો છે. 11 દિવસ પહેલા બીજીવખત ઓવરફ્લો થયેલા આણંદપુર ડેમના પાળા પરથી હજી એકધારૂ પાણી વહી રહ્યું છે.

  • કુલ ઊંચાઇ - 1.37 મીટર
  • સંગ્રહ શક્તિ - 2.760 મીલીયન ઘન મીટર
  • સ્ત્રાવ વિસ્તારનો વરસાદ - 26.6 ઇંચ
  • આજની સ્થિતી - 2.760 મીલીયન ઘન મીટર
  • ઓવરફ્લોની ઉંચાઇ - 0.25 મીટર
  • પાણી વહ્યું - 2057 ક્યુસેક્સ
અન્ય સમાચારો પણ છે...