કેરી પર ખતરો:તેજ પવન ફૂંકાશે, દરિયા કાંઠે માવઠું

જૂનાગઢ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારથી વાતાવરણમાં પલટો આવશે,ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં અડધા ઈંચ સુધીનો વરસાદ પડવાની શકયતા

છેલ્લાં કેટલાંક દિવસોથી અસહ્ય ગરમી પડી રહી છે જો કે આગામી દિવસોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠું થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. કેરી ઉત્પાદકો,ખેડૂતો માટે આગામી દિવસોમાં માઠા સમાચાર સામે આવી રહ્યાં છે. કારણ કે હવે વાતાવરણ અસ્થિર બની શકે છે.

અને આગામી બુધવારથી આકાશમાં વાદળો છવાશે અને પવનની ગતિમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. આ અંગે જુનાગઢ કૃષિ હવામાનના ધીમંત વઘાસીયાએ કહ્યું હતું કે 13 તારીખ બાદ ઘણા દિવસો સુધી વાતાવરણમાં બદલાવ આવી શકે છે.

અને ગીર સોમનાથ જિલ્લા સહિતના દરિયાકાંઠાના વિસ્તારોમાં છાંટા છૂટી થઈ લઈ અડધા ઈંચ સુધી વરસાદ પડી શકે છે. જો આ માવઠું થયું તો કેરી ઉપરાંત ઉનાળુ પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. જેથી જે પાક હવે તૈયાર થઈ ગયો છે જેમને વહેલીતકે સલામત જગ્યાએ ખસેડવો જરૂરી છે.જેથી નુકસાન થતું અટકાવી શકાય છે.

ઉતારો પણ મોડો શરૂ થતાં કેરીની આવક ઘટી
આ વર્ષે પાકનો ઉતારો પણ મોડો શરૂ થયો છે જ્યારે કેશોદ કે વંથલી પંથકની કેરી પણ હજુ બજારમાં આવી નથી જે આવતા પણ ઘણા દિવસો નીકળી જશે.

18 મે 2021માં રોજ વાવાઝોડું આવ્યું હતું
ગત વર્ષે પણ આ દિવસોમાં જ વાતાવરણ બદલાયું હતું અને 18 મેં ના રોજ વાવાઝોડું આવ્યું હતું અને ભારે પવનથી આંબાના ઝાડ ને વ્યાપક નુકસાન થયું હતું.

અન્ય સમાચારો પણ છે...