તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવાળીની રજાઓમાં અનેક લોકો જૂનાગઢ અને ગિરનાર ચઢવા આવતા હોય છે. રોપ-વેની સુવિધા શરૂ થઇ. પણ મધ્યમવર્ગના લોકોને તેની ટિકીટનો ભાવ પરવડે એવો ન હોવાથી લોકો હજુ સીડી ચઢીને જવાનું વધુ પસંદ કરે છે. ગિરનાર રોપ-વે કાર્યરત થાય એટલે જૂનાગઢવાસીઓએ તમામ મોરચે પોતપોતાની રીતે પ્રયાસો કર્યા હતા. પણ તે શરૂ થતાંજ પોષાય નહીં એવા ભાવને લીધે ખુદ જૂનાગઢવાસીઓ અને મધ્યમવર્ગના લોકો માટે તો તેમાં બેસવું સ્વપ્નવત જ રહ્યું છે.
આજે જેટલા લોકો રોપ-વેમાં બેસીને ગયા એટલાજ લોકો સીડીએથી ગિરનાર ચઢ્યા હતા. ભાવ વધુ પડતો હોવાથી તેઓએ આમ કરવું પડ્યું હતું. જૂનાગઢવાસીઓ માટે તો મહેમાનોને ફરવા માટે રોપ-વેનો હરફ સુદ્ધાં ન ઉચ્ચારી શકાય એવી કફોડી સ્થિતીમાં મૂકાઇ ગયા છે.
ટ્રોલીમાં 5 ને બદલે 8 બેસાડવા લાગ્યા
કોરોનામાં સોશ્યલ ડિસ્ટન્સીંગને પગલે રોપ-વેની 8 લોકોની ક્ષમતાવાળી રોપ-વેની ટ્રોલીમાં 4 લોકોને બેસાડવાની ગાઇડલાઇન છે.પણ તેની ઐસી તૈસી કરી 8-8 લોકોને ટ્રોલીમાં બેસાડવાનું શરૂ થઇ ગયાનું પણ જાણવા મળ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.