તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર કળિયુગ:જે માતાએ જન્મ આપ્યો તે જ માતાને પુત્રએ મિલ્કત માટે માર માર્યો, કપાતર પુત્ર સામે માતાએ ફરિયાદ નોંધાવી

જૂનાગઢ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પુત્ર સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

જૂનાગઢના માળીયાહાટીનાના પાણીધ્રા ગામે ગઈકાલે સાંજે કપાતર પુત્રએ મિલકત માટે પિતાને ગાળો આપી રહેલ તે સમયે સમજાવવા ગયેલ વૃધ્ધ માતાને ખુરશી અને લાકડી વડે કપાતર પુત્રએ માર મારીને ધમકી દીધાની ફરિયાદ પોલીસ દફ્તરે નોધાઇ છે.

જર, જમીન અને જોરું કજીયાના છોરુંની કહેવતને અનુરૂપ ઘટના જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકામાં બની છે. જે અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માળીયાના પાણીધ્રા ગામની સીમમાં રહેતા રતનબેન ભીખાભાઈ ચુડાસમા ઉ.વ.62 ને સંતાનમાં બે દીકરા અને બે દિકરી છે. બધાના લગ્ન થઈ જતા તેઓ બધા અલગ રહે છે.

રતનબેન અને તેમના પતિ ભીખાભાઈ ગઈકાલે સાંજે ઘરે હતા. ત્યારે માતા વાસણ માંજતા હતા. તે સમયે તેમનો મોટો દીકરો અમરશી ઘરે આવી પહોચ્યો હતો અને પિતાને મિલકત માટે ધમકીઓ આપીને ગાળો આપતા કહી રહેલ કે, તમે બંને જણા બધું વેચી ખાઈ જશો અમારા ભાગમાં દાગીના કે ખેતીની જમીન નહી આવે તેમ કહીને ઝગડો કરવા લાગેલ હતો. જેથી માતા તેને સમજાવતા જતા કપાતર પુત્રએ વાંસામાં ખુરશી મારીને લાકડી વડે પગના સાથળમાં ફ્ટકા મારીને જતા જતા કહી ગયેલ કે, ખેતર અને દાગીના મૈને આપી દેજો નહીંતર તને જાનથી મારી નાંખીશ તેમ કહી જતો રહેલ હતો.

આ અંગે માતા રતનબેનએ કપાતર પુત્ર અમરશી ચુડાસમા સામે ફરિયાદ આપતા માળિયા પોલીસએ આઇપીસી કલમ 323, 506(2),135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...