તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

આયોજન:સર્ટિફાઇડ બિયારણના વેંચાણની ઓનલાઇન નોંધણી કરાશે

જૂનાગઢએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજન

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમગ્ર રાજ્યના ખેડૂતો માટે ગિર સાવજના નામથી ચણા અને ઘઉંના સર્ટિફાઇડ બિયારણનું વેંચાણ કરવામાં આવશે. આ માટે 30 સપ્ટેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ અંગે કૃષિ યુનિવર્સિટી બીજ વિજ્ઞાન અને અને તકનિકી વિભાગના અધિકારીએ જણાવ્યું છે કે, આ બિયારણનું વર્ષ 2020 -21માં વાવેતર કરી શકાશે. ખાસ કરીને ચણા અને ઘઉંમાંથી કોઇપણ એક પાક માટેનું બિયારણ મેળવવા ખેડૂત અરજી કરી શકે છે. અરજી મંજૂર થયા બાદ રજીસ્ટર કરેલા મોબાઇલ નંબરથી બિયારણના વેંચાણની એસએમએસથી જાણ કરાશે. મંજુર થયેલ અરજીનું બિયારણ લેવા માટે બિજ વિજ્ઞાન અને તકનીકી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી (મેગાસીડ) ખાતે આવવાનું રહેશે.જે અરજી હશે તે જ બિયારણ મળશે. અરજી દિઠ વધુમાં વધુ 2 હેકટરની મર્યાદામાં 5 બેગ મળવા પાત્ર છે. અરજી કરવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ ડબલ્યુડબલ્યુડબલ્યુડોટજેએયુડોટઇન પર નોંધણી કરવાની રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો