પરિક્રમાનો પ્રારંભ:જય ગિરનારીના નાદ સાથે સાધુ-સંતો અને આગેવાનો દ્વારા લીલી પરિક્રમાનો રૂટ રાત્રે 12 વાગ્યે ખૂલ્લો મુકાયો

જૂનાગઢ22 દિવસ પહેલા
  • રાત્રિના 12 વાગ્યે સાધુ-સંતો અને આગેવાનોએ રૂટના ગેટ પર રિબિન પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો
  • સવારે 4 વાગ્યાથી જ પરિક્રમાર્થીઓને જંગલ વિસ્તારમાં પ્રવેશ આપવાનું શરૂ કરાયું

અનેકવાદ વિવાદો અને વિટંબણાઓ વચ્ચે જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો ગત મોડી રાત્રે સાધુ-સંતો, અધિકારીઓ અને પદાધિકારીઓએ જય ગીરનારીના નાદ સાથે યાત્રિકો માટે વિધિવત પ્રારંભ કરાવ્યો હતો. આ તકે સાધુ-સંતો, આગેવાનોએ પરિક્રમા રૂટ પર પ્રવેશવાના ગેટ પર રીબીન કાપી શ્રદ્ધાળુઓ માટે ખૂલ્લો મૂક્યો હતો.

ચાલુ વર્ષે જૂનાગઢની લીલી પરિક્રમા પ્રતીકાત્મક રૂપે માત્ર 400 સાધુ-સંતોને જ કરવાની પરવાનગી આપવાની જાહેરાત કરાઇ છે. ત્યારથી લઈને સતત આજથી પરિક્રમા શરૂ થઈ ત્યાં સુધી અનેક વિવાદો અને વિટંબણા ચાલેલ અને અંતે ગઈકાલે સાંજે શ્રદ્ધાળુઓની જીત થઈ હોય તેમ વહીવટીતંત્રએ પોતાના નિર્ણયમાં ફેરફાર કરી શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવાની છૂટ આપવાની ફરજ પડી હતી. જેથી આજે નદેવ ઉઠી એકાદશી એટલે કે દેવ દિવાળીની રાત્રીના 12 વાગ્યે ભવનાથ તળેટી વિસ્તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ગેટ પર રીબીન કાપી પરિક્રમાનો પરંપરાગત રીતે પ્રારંભ કરવામાં આવતો હોય છે. તે રીતે રવિવારની રાત્રીના 12 વાગ્યે વરિષ્ઠ સંત ઇન્દ્રભારતી બાપુ, મેયર ધીરુભાઇ ગોહિલ, પ્રદીપ ખીમણી, અધિક કલેક્ટર આર.એલ. બાંભાણીયા સહિત અનેક સાધુ સંતો અને આગેવાનોએ રીબીન કાપી મુહૂર્ત કરી શ્રદ્ધાળુઓ માટે પરિક્રમાનો રૂટ ખૂલ્લો મૂક્યો હતો. આજે વહેલી સવારે 4 વાગ્યાથી જ પરિક્રમાર્થીઓને જંગલ વિસ્તારમાં પરિક્રમા કરવા જવા અર્થે પ્રવેશ આપવાનું શરૂ કરાયું હતુ.

શ્રદ્ધાળુઓને પરિક્રમા કરવાના નિર્ણય અંગે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની માંગને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા પરિક્રમા કરવાની છૂટ આપવામાં આવી હોવાથી પરિક્રમાના રૂટ પર અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ તાબડતોબ ઉભી કરાઈ રહી હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે. જોકે આ દાવા સામે અનેક ચર્ચાઓ લોકોમાં શરૂ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...