નિર્ણય:જૈનોના ચાતુર્માસને લઇ રોપ-વે સવારના 6:30 વાગ્યે શરૂ થશે

જૂનાગઢ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નેમિનાથ ભગવાનની પૂજામાં પહોંચી શકે તે માટે નિર્ણય

ગિરનાર રોપ વેના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. હાલ ચાતુર્માસ શરૂ થતા ભગવાન નેમીનાથની પૂજામાં લોકો સમયસર પહોંચી શકે તે માટે આ નિર્ણય કરાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ અંગે ગિરનાર રોપ વે ઉષા બ્રેકો કંપનીના રિજીયોનલ હેડ દિપક કપલીસે જણાવ્યું હતું કે, ગિરનાર રોપ વે ઉડન ખટોલાનો સમય સવારના 8 થી સાંજના 5 સુધીનો છે. આ સમયમાં લોકો ટિકીટ બુક કરાવી રોપ વેની સફર માણી શકે છે.

ટિકીટ બુકીંગનો સમય સાંજના 5 સુધીનો છે જેથી યાત્રીકો સાંજના 6:30 સુધીમાં પરત આવી શકે. જોકે, હાલ જૈનોના ચાતુર્માસ ચાલી રહ્યા છે. ત્યારે ગિરનાર પર આવેલ જૈન મંદિરોમાં ભગવાન નેમીનાથની પૂજા થતી હોય છે. આ પૂજાનો સમય સવારે 8:30 સુધી જ હોય છે. ત્યારે 8વાગ્યે રોપ વેમાં બેસીને માં અંબાના મંદિરે જાય પછી જૈનોના મંદિર સુધી પહોંચે ત્યાં પૂજા પૂરી થઇ જાય છે.

ત્યારે આ પૂજાનો લાભ લઇ શકે તે માટે રોપ વેના સમયમાં દોઢ કલાકનો વધારો કરાયો છે. મતલબ હવે સવારે 8ના બદલે 6:30થી ટિકીટ બુકીંગ કરી રોપ વેની સફર માણી શકાશે. આમ, સમગ્ર ચાતુર્માસ દરમિયાન રોપ વે સવારના 6:30 વાગ્યાથી શરૂ થશે.